ધો.૧થી ૫ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા
કોરોનાને કારણે ૨૦૨૦ના માર્ચ મહિનાથી સરકારે સ્કૂલો અને કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરુ કર્યું હતું. ત્યારે રાજ્યની પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ અભ્યાસથી વંચિત ના રહેવું પડે તે માટે ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સરકારે ૧૦ મહિનાના લાંબા ગાળા બાદ આગામી ૧૮ ફેબ્રુઆરીથી ધોરણ ૬થી૮ના વર્ગો શરુ કરી દેવાની જાહેરાત કરી છે. તેની સાથે હવે ચૂંટણી બાદ માર્ચ મહિનામાં ધોરણ ૧થી૫ના વર્ગો શરુ કરવા સરકાર અને શિક્ષણ વિભાગે વિચારણા શરુ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો થતા હવે સ્થિતિ ઘણી સામાન્યતઃ બની રહી છે.
ત્યારે સરકારે શિક્ષણને ધીર ધીરે અનલોક કરતા પ્રથમ યુજી-પીજી છેલ્લા સેમેસ્ટરની કોલેજાે અને ધો.૧૦-૧૨ની સ્કૂલો શરૃ કરી હતી. ત્યારબાદ ધો.૯ અને ૧૧ની સ્કૂલો શરૃ કરી અને ત્યારબાદ પ્રથમ વર્ષની કોલેજાે પણ શરૃ કરી દીધી છે. સરકારે આગળના તબક્કામાં ૧૮મીથી ધો.૬થી૮ના વર્ગો પણ શરૃ કરવાની જાહેરાત કરી દીધી છે. જાે કે હાલ ચૂંટણીને લીધે શિક્ષકો કામગીરીમા રોકાયા હોવાથી સરકારે થોડો વહેલો ર્નિણય લીધો હોવાની ફરિયાદો છે.સરકારે માર્ચમાં જ ધો.૬થી૮ના વર્ગો શરૃ કરવા જાેઈતા હતા તેવી માંગો છે.જાે કે સરકાર હવે ચૂંટણી બાદ માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખી ધો.૧થી૫ની સ્કૂલો પણ નિયમિત રીતે શરૃ કરે તેવી શક્યતા છે.
ગુજરાત ના શિક્ષણ વિભાગ માં ચાલતી ચર્ચા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ ૧થી ૪ અને ૫થી ૮ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સૂત્રોનું જણાવવું છે કે હવે ચૂંટણી બાદ ધોરણ ૧ થી ૪ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબુ આપવામાં આવશે નહીં. જાે કે આ અંગે હજુ કોઈ ર્નિણય લેવાયો નથી. આ અંગે સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પુરી થયા બાદ થશે.
Recent Comments