fbpx
ગુજરાત

ધો.૬થી ૮ની સ્કૂલો મુદ્દે ૧૫ ઓગસ્ટ બાદ ર્નિણય લેવાશેઃ ચુડાસ્મા

ગુજરાતની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ ૬થી ૮ની સ્કૂલો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટ પછી આ બાબતે ર્નિણય કરવામાં આવશે.

તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા ૯ દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા શાસનના પાંચ વર્ષની સફળતાની ઉજવણી કરવામા આવી છે. આ ઉજવણીના નવ દિવસમાં લક્ષ્યાંક કરતાં વધુ સફળતા પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ૯ દિવસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ વિક્રમજનક રહ્યો છે. આ ૯ દિવસના કાર્યક્રમમાં કુલ ૮ હજાર ૬૮ કરોડના કામો કરવામાં આવ્યાં છે.

તાઉ-તે વાવાઝોડાથી નુકશાનને લઈને રિ સર્વે સહિતની માંગ પર સરકારે સ્પષ્ટતા આપી છે અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કહ્યુ છે કે વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને રિસર્વે નહી કરવામાં આવે. વાવાઝોડાથી થયેલા નુકશાનને લઈને અસરગ્રસ્તોને સરકારે સમયસર સહાય પણ ચુકવી છે.

Follow Me:

Related Posts