fbpx
બોલિવૂડ

‘ધ કેરલા સ્ટોરી’નું બજેટ જાણીને ઉડી જશે હોશ, સૌથી વધુ ફી કોણે લીધી તે જાણો..

બોલિવુડ અભિનેત્રી અદા શર્માએ લેટેસ્ટ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’માં મુખ્ય પાત્ર ભજવીને ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ હતી. સુદિપ્તો સેને ડાયરેક્ટ કરેલ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ ૫ મેના રોજ રિલીઝ થઈ છે અને આ ફિલ્મના દર્શકો તથા ક્રિટીક્સ તરફથી સારી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મ ૪૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ચાર મહિલાઓએ મુખ્ય ભુમિકા ભજવી છે, જેમાં અદા શર્માએ સૌથી વધુ ફી (રૈખ્તરીજં કીી) લીધી છે. સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, આ અભિનેત્રીએ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ માટે ૧ કરોડ રૂપિયા ફી લીધી છે. અદા શર્મા સાથે અન્ય ત્રણ મહિલાઓના રોલમાં યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બિલાની મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ અનુસાર, આ અભિનેત્રીઓએ ૩૦-૩૦ લાખ રૂપિયા ફી લીધી છે. તો અન્ય કલાકારો વિજય કૃષ્ણને ૨૫ લાખ રૂપિયા, પ્રણય પચૌરીને ૨૦ લાખ રૂપિયા અને પ્રણવ મિશ્રાને ૧૫ લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી છે.

આ ફિલ્મમાં અભિનેત્રીઓ ચાર હિંદુ યુવતીનું પાત્ર ભજવતી જાેવા મળી રહી છે, જે હોસ્ટેલમાં રહે છે. ફિલ્મની સ્ટોરી અનુસાર બ્રેઈન વોશ કરીને તેમને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવામાં આવે છે. ત્યારપછી તેમને જબરદસ્તી આતંકવાદી સંગઠન- ૈંજીૈંજીમાં શામેલ કરવામાં આવ્યા અને આતંકી અભિયાનમાં શામેલ કરવામાં આવ્યા. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી તે અંગે ઘણી ટીકાઓ કરવામાં આવી હતી. ટ્રેલર લોન્ચ થયા બાદ ફિલ્મ પર ૩૨,૦૦૦ મહિલાઓએ ઈસ્લામ કબૂલ કર્યો હોવાનો ખોટો દાવો કરવાનો પણ આરોપ લગાવાયો હતો. આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેરલા સ્ટોરીને રિલીઝ કરવામાં ન આવે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને (ઝ્રીહંટ્ઠિઙ્મ મ્ર્ટ્ઠર્ઙ્ઘિ ક હ્લૈઙ્મદ્બ ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠંર્ૈહ, ઝ્રમ્હ્લઝ્ર)એ આ ફિલ્મ પર કોઈપણ પ્રકારની આપત્તિ વ્યક્ત કરી ન હતી. આ ફિલ્મમાં ધર્મ પરિવર્તન સહિત અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ બાબતે ટીકાઓ કરવામાં આવી રહી હતી, પરંતુ આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ૬ મેના રોજ ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, ‘આ ફિલ્મે શુક્રવારના રોજ પહેલા દિવસે ૮.૦૩ કરોડની કમાણી કરી છે.’

Follow Me:

Related Posts