અમરેલી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા  ઇફકો,ગુજકોમાસોલ ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને સર્વે શાળાઓનો વાર્ષિકોત્સવ ઉજવાશે   

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓનો વાર્ષિકોત્સવ ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ વાર્ષિકોત્સવ ઉલ્લાસ(2.0)-2023ની ઉજવણીમાં તમામ શાળાઓના બાળકો દ્વારા વિશાળ મંચ પર કૃતિઓ રજુ કરવામાં આવશે.તેમજ વર્ષ દરમિયાન તાલુકા,જિલ્લા,રાજ્ય કક્ષાએ મેળવેલ સફળતા બદલ તેમને સન્માનિત કરાશે તેમજ શાળાના શિક્ષકોએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેમને પણ સન્માનિત કરવામાં આવશે.તેમજ દરેક વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાનપદે નગરપાલીકા પ્રમુખશ્રી મનીષાબેન રામાણી,ડૉ.શિશિરભાઈ ત્રિવેદી-ચેરમેનશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર,શ્રી અતુલભાઈ પંડિત-ચેરમેનશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા,સારહીયુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, જિલ્લાશિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય,નગરપાલીકા ઉપ પ્રમુખશ્રી રમાબેન મહેતા,કારોબારી  ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા,શહેર ભાજપપ્રમુખશ્રી ભાવેશભાઈ સોઢા,ટાઉનપ્લાનિંગ ચેરમેનશ્રી બ્રિજેશભાઈકુરૂન્દલે,દંડક શ્રી ચિરાગભાઇ ચાવડા,શાસકપક્ષના નેતા શ્રી બીનાબેન વણજારા,ચીફ ઓફિસરશ્રી એચ.કે પટેલ,  શ્રી કેતનભાઈ સોની-નીલકંઠ જવેલર્સ,જીતુભાઈગોળવાળાસહીતદાતાઓ,વિદ્યાર્થીઓ,વાલીગણ,શિક્ષકશ્રીઓ,આચાર્યશ્રીઓ,સમિતિના સભ્યશ્રીઓ વેપારીઓ,ડોક્ટરશ્રીઓ,વકીલમંડળ સહીત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.        તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીની યાદીમાં જણાવવામાં આવે છે

Related Posts