ગુજરાત

નર્મદામાં સાગબારા પોલીસે દારૂના જથ્થો રૂ.૨.૫૩ લાખના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા

નર્મદા જિલ્લાના સાગબરા તાલુકા પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપા મારીને વાહન તપાસની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા અધિક્ષક નર્મદાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સધન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા બાબતે અને પ્રોહીની હેરાફેરી અટકાવવા આપેલી સુચનાઓ અનુસંધાને પોલીસ અધિક્ષક રાજપીપળા ડીવિઝન રાજપીપલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર ડેડીયાપાડાના માર્ગદર્શન હેઠળ સવારના પ્રોહીબીશન અંગેની પેટ્રોલીંગ તેમજ નાકાબંદી કરવા આપેલી સુચના સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશનને ચોકકસ બાતમી હકિકત મળેલી તે આધારે ચિંકાલી સેલંબા રોડ પર આવેલી કુઇદા ગામના નાળા પાસે ઝડપી પાડ્યા છે.

પોલીસ નાકાબંદી કરી બાતમીના આધારે હકીક્તવાળી લાલ રંગની સ્કોડા ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૦૫ સીયુ ૫૨૬૨ની ડીકીમાંથી ત્રણ પ્લાસ્ટીકના કોથળામાંથી જુદા જુદા બ્રાંડના ભારતીય બનાવટના ઇંગ્લીસ દારૂના ૧૮૦ મી.લી.વાળા ક્વાર્ટરીયા તથા ટીન બીયરમળી કુલ નંગ- ૪૯૭ કુલ કિંમત રૂપીયા ૪૯ હજાર ૭૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓના આધારા કાર્ડ, આર.સી.બુક તથા ડ્રાઇવીંગ લાયસન્સ તથા મોબાઇલ ફોન નંગ ૨ કિંમત રૂપીયા ૨ હજાર ૫૦૦ તથા રોકડા રૂપીયા ૧ હજાર તથા સ્કોડાની કિંમત રૂપીયા ૨ લાખ મળી કુલ કિંમત રૂપીયા ૨ લાખ ૫૩ હજાર ૨૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યો હતો. તેમજ પ્રોહી મુદ્દામાલ ભરાવનાર તેમજ મંગાવનાર ઇસમો વિરૂદ્ધ ગુનો રજીસ્ટર કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલો છે. સાગબારા પોલીસ ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રોહીની હેરાફેરીની પ્રવૃતિ અટકાવવા સતત પ્રયત્નશીલ છે.

Related Posts