નવસારી પ્રોહિબિશન કેસમાં ૨૦ હજારની લાંચ લેતા ૩ ઝડપાયા
નવસારીમાં બે માસ પહેલા પ્રોહિબિશનનો કેસ થતા ફરિયાદ કરનાર જીઆઇડીસી ચોકીમાં મળવા આવ્યો હતો. એએસઆઈએ તેને પણ દારૂના કેસ માં ફસાવી દેવાની ચીમકી આપતા ૩૦ હજારમાં સમાધાન થયું હતું ત્યારે ૧૦ હજાર એપ પર જમા લીધા હતા. જ્યારે ૨૦ હજાર બાકી હોય તે લેવા એંધલની સમ્રાટ હોટલમાં એએસઆઈ આવતા એસીબીની રેડમાં ઝડપાઇ ગયો હતો. નવસારી જિલ્લામાં જીઆઇડીસી પોલીસ ચોકી વિસ્તારમાં ૨ માસ પહેલા પ્રોહિબિશનનો કેસ કર્યો હતો. તે માટે ફરિયાદ કરનાર મળવા જતા તેને પણ આરોપી બનાવી દેવાની ધમકી નવસારી જીઆઈડીસી ચોકીના એએસઆઈ કિશોર ગુલાબભાઇ શિંદેએ આપી હતી. તેમણે સમાધાન પેટે ફરિયાદી પાસે ૩૦ હજારની માંગ કરી હતી. ફરિયાદીએ ફોલ્ડરીયા મેહુલ માહ્યાવંશીના યુપીઆઈ દ્વારા ૧૦ હજાર જમા કરાવ્યા હતા. એએસઆઈ કિશોર અને વડોદરા શહેર પોલીસ હેડ ક્વાર્ટરના અ.પો.કો. રાજેન્દ્ર ભોળાભાઇ પંડ્યાએ અવારનવાર ફોન કરી નાણાંની માગણી કરતા હતા. ફરિયાદી તે આપવા માંગતો નહીં હોય તેણે વલસાડ અને ડાંગ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને પગલે વલસાડ અને ડાંગ એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને એએસઆઈને બીજા ૨૦ હજાર લેવા એંધલ સ્થિત સમ્રાટ હોટલ પાસે બોલાવ્યા હતા.
એસીબીની ટીમે એએસઆ કિશોર ગુલાબભાઈ ફરિયાદી પાસેથી ૨૦ હજાર લેતા હતા ત્યારેરંગેહાથે ઝડપી લીધો હતો. એસીબીએ બાદમાં અ.પો.કો. રાજેન્દ્ર પંડ્યા ઝડપાઇ ગયો હતો. આ ઘટનાની જાણ ફોલ્ડરીયા મેહુલ માહ્યાવંશીને થતાં તે ઘટના સ્થળેથી ભાગી ગયો હોવાની માહિતી પણ મળી છે. નવસારી એસીબીએ આરોપી એએસઆઇ કિશોરભાઇ ગુલાબભાઇને ડિટેઇન કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ કેસમાં ટ્રેપિંગ અધિકારી તરીકે ડીએમ વસાવા, કે.આર. સકસેના એસીબીના અધિકારી તરીકે ભાગ ભજવ્યો હતો. નવસારી જિલ્લામાં એક સપ્તાહ પહેલાં જ પુરવઠા અધિકારી વિશાલ યાદવ રૂ.એક લાખની લાંચ લેતા ગણદેવી રોડ પર આવેલ રાજહંસ સિનેમાં પાસે એસીબીના હાથે ઝડપાયો હતો. નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવે એલડીઓ અને લુબ્રીકેન્ટનો ધંધો કરતા વેપારી પાસે લાંચ માંગી હતી. જેના નાણાં લેવા માટે વિશાલ યાદવ જતાં તેની રંગે હાથે એસીબી પોલીસે અટક કરી હતી. જાે કે આ ઘટનામાં એક ચેનલના પત્રકારનું નામ પણ સંભળાઇ રહ્યું છે. તેની અટક કરવાની બાકી હોવાની માહિતી પણ મળી હતી.
Recent Comments