નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મેક્સિકોમાં માતમ, છ લોકોના મોત, ૨૬ ઘાયલ
નોર્ધન મેક્સિકોમાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ૬ બંદૂકધારીઓએ એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા જ્યારે ૨૬ લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોળીબારની આ ઘટના સરહદી રાજ્ય સોનોરામાં બની હતી. ગોળીબાર બાદ અફરાતફરી મચી ગઈ હતી.. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાંથી બેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. આ સિવાય ઘાયલોમાં પાંચ બાળકો પણ સામેલ છે, જેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા માર્યા ગયા હતા.
આ હુમલામાં સામેલ અન્ય એક હુમલાખોર પહેલાથી જ પાર્ટીમાં હતો.. મેક્સિકોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લગભગ ૧૨ દિવસ પહેલા પ્રી-ક્રિસમસ પાર્ટી દરમિયાન થયેલા ફાયરિંગમાં ૧૨ લોકોના મોત થયા હતા. આ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યની છે. મળતી માહિતી મુજબ, છ બંદૂકધારીઓ એકસાથે એક ઈવેન્ટમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, જેમાં ૧૨ લોકોના મોત થયા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે ગુઆનાજુઆતો મેક્સિકોના સૌથી હિંસક રાજ્યોમાંથી એક છે. અહીં રોજ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે.
Recent Comments