fbpx
રાષ્ટ્રીય

નવી સરકાર બનાવવા માટે ઓમર અબ્દુલ્લાનો રસ્તો સરળ બન્યો, જાણો જમ્મુ કાશ્મીરમાં કેમ લગાવવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શાસન

જમ્મુ-કાશ્મીરમાં લાદવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન રવિવારે હટાવી લેવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા મુખ્યમંત્રી શપથ લે તે પહેલા રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ જારી કર્યો છે. આ સાથે જ ઓમર અબ્દુલ્લા માટે સરકાર બનાવવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 90 વિધાનસભા બેઠક પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. 8 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે 42 સીટો જીતી હતી, સહયોગી કોંગ્રેસને માત્ર 6 સીટો મળી હતી. ભાજપ 29 બેઠકો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી બની. આ ચૂંટણીમાં અપક્ષોએ પણ 7 બેઠકો કબજે કરી.સરકાર કોણ બનાવશે તેના પર નજર કરીએ તો એનસી-કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી છે.

90 સભ્યોની વિધાનસભામાં NC પાસે 42 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 6 સભ્યો છે. CPI(M) અને AAP ના 1 – 1 ધારાસભ્ય અને પાંચ અપક્ષો પણ સરકારને સમર્થન આપી રહ્યા છે. ભાજપ 29 ધારાસભ્યો સાથે વિપક્ષમાં રહેશે.જમ્મુ-કાશ્મીરમાં 2018થી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 2014માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ પછી, BJP-PDPએ ગઠબંધન સરકાર બનાવી હતી, પરંતુ બાદમાં ભાજપે સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો. ભાજપે ટેકો પાછો ખેંચી લીધા બાદ તત્કાલિન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.રાજ્ય બંધારણની કલમ 92 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ન હતી. 6 મહિના પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું, જે પછીથી વધુ લંબાયું.એનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાના દાવા બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. જે બાદ ગૃહ મંત્રાલય અને કેબિનેટ રાષ્ટ્રપતિ શાસન હટાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી અને આખરે રાષ્ટ્રપતિ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.

Follow Me:

Related Posts