નવેમ્બર માં ટકરાશે સલમાન ખાન અને જાેન અબ્રાહમની ફિલ્મો
સલમાન ખાન અને જાેન એબ્રાહમ ૨૬ નવેમ્બરે આમનેસામને ટક્કર લેવા તૈયાર છે. સલમાનની ‘અંતિમ – ધ ફાઇનલ ટ્રુથ’અને જાેનની ‘સત્યમેવ જયતે ૨’ એક જ દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે. ‘અંતિમ’નાં કેટલાંક દૃશ્ય જાેયા બાદ મહેશ માંજરેકર અને સલમાને એ દૃશ્યોનું ફરીથી ૪ અને ૬ ઓકટોબરે શૂટિંગ કર્યું હતું. એડિટિંગમાં સમય વધુ લાગતો હોવાથી ફિલ્મને દિવાળી દરમ્યાન રિલીઝ કરવી અશકય છે. એથી તેમણે ૨૬ નવેમ્બરે ફિલ્મને રિલીઝ કરવાનો ર્નિણય લીધો છે. એથી જાેનની ‘સત્યમેવ જયતે ૨’ અને સલમાનની ‘અંતિમ- ધ ફાઇનલ ટ્રૂથ’બોકસ-ઓફિસ પર ટકરાશે.
Recent Comments