નસીરુદ્દીન શાહને ૫૩ વર્ષ બાદ દીકરીના બર્થ સર્ટિફિકેટની કેમ જરૂર પડી
રાજકીય, સામાજિક અને ધાર્મિક વિષયો પર વિવાદાસ્પદ નિવેદનો આપનારા નસીરુદ્દીન શાહ આ વખતે અલગ કારણોસર ચર્ચામાં આવ્યા છે. નસીરુદ્દીન શાહે દીકરી હીબા શાહના જન્મના ૫૩ વર્ષ બાદ તેનું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરાવી હતી. દીકરીનો જન્મ અલીગઢમાં થયો હોવાથી ત્યાં અરજી કરાઈ હતી, પરંતુ અલીગઢના જીડ્ઢસ્એ ક્વેરી રજૂ કરીને સર્ટિફિકેટ આપવા ઈનકાર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નસીરુદ્દીન શાહે અલીગઢ મુસ્લિમ યુનિર્સિટીના પ્રોફેસર ફ્રેન્ડના માધ્યમથી નગર પાલિકામાં અરજી આપી હતી. તેમની દીકરીનો જન્મ હીબાનો જન્મ ૧૯૭૦માં થયો હતો. જીડ્ઢસ્એ અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, ૫૩ વર્ષ બાદ શું જરૂર પડી તેનું કારણ રજૂ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, ૨૦ ઓગસ્ટ, ૧૯૭૦ના રોજ અલીગઢના એક નર્સિંગ હોમમાં નસીરુદ્દીન શાહની દીકરી હીબાનો જન્મ થયો હતો. ૫૩ વર્ષ બાદ બર્થ સર્ટિફિકેટની જરૂર પડતાં અરજી કરી હતી. નિયમ મુજબ નગર નિગમે આ મામલે જીડ્ઢસ્ની મંજૂરી માગી હતી. જાેકે અલીગઢના જીડ્ઢસ્ દ્વારા બર્થ સર્ટિફિકેટ આપવા ઈનકાર થયો હતો અને તેમણે જણાવ્યું હતું કે, સર્ટિફિકેટ જાેઈતું હોય તો બ્લડ રિલેશનમાં હોય તેવી વ્યક્તિએ રૂબરૂ આવીને અરજી કરવી પડશે. આ સાથે ૫૩ વર્ષ બાદ જરૂરિયાત કેમ ઊભી થઈ? તેનું કારણ દર્શાવવું પડશે. જન્મ તારીખ સંબંધી કોઈ દસ્તાવેજ અને સોગંદનામા સાથે રજૂઆત બાદ જ સર્ટિફિકેટ આપવા વિચારણા થશે. નસીરુદ્દીન શાહ મૂળે ઉત્તર પ્રદેશના બારાબંકીના વતની છે. ૧૯૬૭થી ૧૯૭૦ દરમિયાન તેમણે અલીગઢમાં રહીને અભ્યાસ કર્યો હતો અને અહીંયાં તેમના પ્રથમ પત્ની મનારાએ દીકરી હીબાને જન્મ આપ્યો હતો. મુંબઈ આવ્યા બાદ તેમની મુલાકાત રત્ના પાઠક સાથે થઈ અને મનારા સાથે છૂટાછેડા લઈ તેમણે ૧૯૮૨માં બીજા લગ્ન કર્યા હતા.
Recent Comments