બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પણ તેમના બોલ્ડ નિવેદનો માટે જાણીતા છે. તેણે ઘણીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ વિશે ખુલ્લા મંતવ્યો વ્યક્ત કર્યા છે. હવે ફરી એકવાર તેણે બોલિવૂડ ફિલ્મો વિશે ખુલીને પોતાની વાત વ્યક્ત કરી છે. આ વખતે તેણે બોલિવૂડ સેલિબ્રિટીઝ અને હિન્દી ફિલ્મો પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે હિન્દી સિનેમામાં કંઈક સારું થઈ શકશે, ત્યારે જ પૈસા કમાવવા માટે ફિલ્મો બનતી બંધ થઈ જશે. તેઓ નવી દિલ્હીમાં આયોજિત ‘મીર કી દિલ્હી, શાહજહાનાબાદઃ ધ ઈવોલ્વિંગ સિટી’ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. “હિન્દી ફિલ્મ નિર્માતાઓ છેલ્લા ૧૦૦ વર્ષથી એક જ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે. આ વાસ્તવિકતા જાેઈને હું ખૂબ જ નિરાશ થયો છું. આપણે ગર્વથી કહીએ છીએ કે હિન્દી સિનેમા ૧૦૦ વર્ષ જૂનું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે એક જ પ્રકારની ફિલ્મો બનાવતા રહીએ છીએ. તેથી જ મેં હિન્દી ફિલ્મો જાેવાનું બંધ કર્યું.
તેમણે કહ્યું,”હું તેમને બિલકુલ પસંદ નથી કરતો. હિન્દુસ્તાની ફૂડ દરેક જગ્યાએ પ્રિય છે કારણ કે તેમાં દમ છે. પણ હિન્દી ફિલ્મોમાં કેમ દમ નથી? વિશ્વભરના ભારતીયો હિન્દી ફિલ્મો જુએ છે. કારણ કે તેઓ તેમના ઘર સાથે જાેડાયેલા છે. પરંતુ ટૂંક સમયમાં લોકો આ પણ સમજી જશે..” આ વિશે બોલતા તેણે ઉમેર્યું કે, “હિન્દી ફિલ્મો માટે થોડી આશા ત્યારે જ રહેશે જ્યારે તેઓ પૈસા કમાવવાના એકમાત્ર હેતુ સાથે ફિલ્મો બનાવવાનું બંધ કરશે. તેઓ ફિલ્મોને એ દૃષ્ટિકોણથી જાેવાનું બંધ કરશે કે તેઓ માત્ર પૈસા કમાવવાનું સાધન છે. પણ મને લાગે છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે કોઈ ઉકેલ નથી કારણ કે હજારો લોકો દ્વારા જાેયેલી ફિલ્મો બનતી રહેશે અને લોકો તેને બનાવતા રહેશે. તેથી જે લોકો ગંભીર મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માંગે છે, તેમની જવાબદારી છે કે તેઓ વાસ્તવિકતા બતાવે અને તેને એવી રીતે બતાવે કે તેમને બદલામાં કરોડો રૂપિયા ન મળે અથવા ઈડ્ઢ તેમના દરવાજા ન ખખડાવે.” અગાઉ નસીરુદ્દીન શાહે ‘ગદર ૨’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો વિશે પણ તેણે કહ્યું હતું. “મેં ધ કેરળ સ્ટોરી અને ગદર ૨ જેવી ફિલ્મો જાેઈ નથી પરંતુ હું જાણું છું કે તે શેના વિશે છે. બીજી તરફ, જ્યારે સુધીર મિશ્રા, અનુભવ સિન્હા અને હંસલ મહેતા ફિલ્મો દ્વારા સત્યને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ લોકપ્રિયતા મેળવી શકતા નથી”.
Recent Comments