અમરેલી

નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત રાજુલામાં- નિબંધ સ્પર્ધા યોજાઇ

અમરેલી તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય  વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા ખાતે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા તથા બાપા સીતારામ સેવા ટ્રસ્ટ્ સંચાલિત આર્ટસ કૉલેજ રાજુલાનાં સહયોગથી સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

સ્પર્ધામાં કુલ ૪૧ યુવાનોએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે શિયાળ રાહુલભાઈ, દ્વિતિય ક્રમે ગુજરિયા જ્યોતિબેન અને તૃતીય મકવાણા ગણપતભાઈ વિજેતા થયા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જાગૃતિબેને નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. નહેરુ યુવા કેન્દ્ર કચેરી દ્વારા વિજેતાઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્ય. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને નીરવ મહેતા અને ભારત મહીડા NYV ગીફ્ટ પેન આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનવવા કોલેજના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts