રાષ્ટ્રીય

નાઈજરમાં તખ્તાપલટ માટે કાઉન્ટડાઉન શરૂ… નેશનલ ગાર્ડ પર હુમલો કર્યો

નાઈજરમાં બળવા પછી યુદ્ધ જેવી સ્થિતિ યથાવત છે. આ દરમિયાન બળવાને અંજામ આપનારા સેનાપતિઓ ધાકમાં છે. તેઓ ફ્રાંસની સેના પર પકડાયેલા આતંકવાદીઓને મુક્ત કરવાનો અને નાઈજરને અસ્થિર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ફ્રાન્સની સેના પણ એરસ્પેસનું ઉલ્લંઘન કરી રહી છે. ફ્રાન્સે આ આરોપોને ફગાવી દીધા છે. નાઈજરમાં રાજકીય ઉથલપાથલ કોઈ નવી વાત નથી. હવે રાજકીય સંઘર્ષના કારણે અહીં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પશ્ચિમ આફ્રિકાના દેશો બળવાથી નારાજ છે. ગયા મહિને રાષ્ટ્રપતિ ગાર્ડના સૈનિકોએ બળવો કર્યો અને રાષ્ટ્રપતિને કસ્ટડીમાં લીધા. રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમ ૨૬ જુલાઈથી નજરબંધ છે. પશ્ચિમ આફ્રિકાના દેશોએ લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી હતી.

ખતરો હજુ ટળ્યો નથી. નાઈજરે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. કોઈપણ વિદેશી દખલ સામે ચેતવણી આપી છે. વીડિયો સંદેશમાં બળવાના નેતાઓ વતી એક પ્રવક્તાએ દાવો કર્યો છે કે, ફ્રેન્ચ સેનાએ ૧૬ આતંકવાદીઓને મુક્ત કર્યા છે. તેઓ સરહદી વિસ્તારોમાં નાઈજર સેના પર હુમલો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, સમીરા સોનાની ખાણથી લગભગ ૩૦ કિમી દૂર તિલાબેરી વિસ્તારમાં નેશનલ ગાર્ડ યુનિટ પર હુમલો કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રાન્સના સૈન્ય વિમાનો દેશના એરસ્પેસ પરના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેણે આ માટે કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રાલયે આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેના વિમાનની હિલચાલ નાઇજિરિયન દળો સાથે અગાઉના કરારનો એક ભાગ છે. ફ્રાન્સે કહ્યું કે નાઇજરમાં તૈનાત ફ્રેન્ચ સૈનિકો કાયદેસર અધિકારીઓની વિનંતી પર ત્યાં હતા.

હુમલાના દાવાને ફગાવી દેતાં ફ્રાન્સે કહ્યું કે, કોઈ કેમ્પ પર હુમલો થયો નથી. ફ્રાન્સે પણ આતંકીઓને મુક્ત કરવાના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તેની સેનાએ એકપણ આતંકીને છોડ્યો નથી. નાઈજરમાં ૧૦૦૦-૧૫૦૦ ફ્રેન્ચ સૈનિકો હાજર છે. ફ્રાન્સ એક સંસ્થાનવાદી છે અને નાઈજર સાથે તેના સંબંધો પણ સારા રહ્યા છે. હવે બળવા પછી સૈન્ય સહયોગ કરારો રદ કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ મીડિયાના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાઇજર કટોકટીનો ઉકેલ લાવવા માટે ઈર્ઝ્રંઉજી એ ફરી એક વખત બેઠક બોલાવી છે. ગ્રુપ ઓફ વેસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ (ઈર્ઝ્રંઉછજી)ની બીજી બેઠક અબુજામાં યોજાવા જઈ રહી છે. આ જૂથમાં બેનિન, બુર્કિના ફાસો, કાબો વર્ડે, કોટે ડી’આવોર, ગામ્બિયા, ઘાના, ગિની, ગિની બિસાઉ, લાઇબેરિયા, માલી, નાઇજર, નાઇજીરિયા, સેનેગલ, સિએરા લિયોન અને ટોગો જેવા દેશોનો સમાવેશ થાય છે. ઇકોવસે લશ્કરી કાર્યવાહીની અંતિમ તારીખ ૬ ઓગસ્ટ નક્કી કરી હતી. અગાઉ નાઈજરે એરસ્પેસ બંધ કરવાનો ર્નિણય લીધો હતો. હવે જૂથની બીજી બેઠક બાદ સ્પષ્ટ થશે કે નાઈજર પર કાર્યવાહી થશે કે નહીં?

Related Posts