fbpx
અમરેલી

નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં અમરેલીના નાના આંકડીયા મુકામે પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ સંપન્ન

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, અમરેલી દ્વારા નાના આંકડીયા મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં જગતનાં તાત એવાં ખેડૂતો અને પશુપાલન કરતાં પશુપાલકોને આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, નફાકારક પશુપાલન, બચ્ચા ઉછેર વગેરે વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ગુજરાત સરકારશ્રીના પશુપાલન વિભાગ, કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, ખેડૂતોને ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદીમાં સબસિડી સહાય, પશુપાલન ખાણ દાણ સહાય, ગીર ગાયની વાછરડી ઉછેર માટેની સહાય સહિતની યોજનાઓ વિશે ખેડૂતો અને પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતાં પ્રગતિશીલ પશુપાલકોએ પોતાના અનુભવો જણાવીને ખેડૂતો, પશુપાલકોને પ્રગતિશીલ પશુપાલન અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

       ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પશુપાલન શિબિરને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે, ભારત અને ગુજરાત સરકાર એકસાથે મળીને ખેડૂતોના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. ગુજરાતના ખેડૂત કે, પશુપાલકને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ દરકાર સરકાર કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, પશુપાલનને કૃષિના પૂરક વ્યવસાય તરીકે ન ગણતાં તેને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવામાં આવે તો વધુ લાભ શક્ય છે. અમૃતકાળમાં અગ્રેસર ગુજરાત બજેટ ૨૦૨૩-૨૪ ખેડૂતો અને પશુપાલકો માટે ઉન્નત્તિના દ્વાર ખોલશે. આ બજેટમાં ખેડૂતો માટે વધુ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે.

       તાલુકા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા અને તાલુકા ભાજપના સદસ્યશ્રીઓ, નાના આંકડીયાના સરપંચશ્રી, જિલ્લા પંચાયત, અમરેલી પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામકશ્રી એસ.બી.કુનડીયા, શ્રી દેસાઈ (પશુપાલન શાખા) ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts