અમરેલી

નારણભાઈ કાછડીયાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધાનો શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય-અમરેલી ખાતે ભવ્ય પ્રારંભ

વક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, અમરેલીની રાહબરી અંતર્ગત શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય, અમરેલીના સહયોગ થકી ઉપરાંત જિલ્લા રમત ગમત કચેરીના સંચાલન હેઠળ રાજ્યકક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધાનો ભવ્ય આયોજન શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય-અમરેલી ખાતે કરવામાં આવ્યુ છે. સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષસ્થાને આ યુવા ઉત્સવ સ્પર્ધાનો આજે પ્રારંભ થયો હતો. બે દિવસીય યુવા ઉત્સવ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ ૪૨ ઈવેન્ટમાં અંદાજિત ૯૦૦ સ્પર્ધકો, કલાકારો ભાગ લઈ રહ્યા છે.

આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ વિજેતા બનનાર સ્પર્ધકો ભાગ લેશે. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧૮ ઈવેન્ટમાં વિજેતા બનનાર સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. યુવા ઉત્સવ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા,  જિલ્લાના સ્પર્ધકો ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના અઘિકારીશ્રીઓ, શૈક્ષણિક સંઘના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts