રાષ્ટ્રીય

નાસાનું સૌથી શક્તિશાળી રોકેટ ચંદ્ર પર જવા ફેબ્રુઆરીમાં ઉડાન ભરશે

વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ અને એકમાત્ર મશીન જે ઓરિઅન સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર મોકલવામાં સક્ષમ છે. તેમાં બે નક્કર રોકેટ બૂસ્ટર અને ચાર આર.એસ-૨૫ એન્જિન છે જે પૃથ્વીની કક્ષાથી પરે અને ચંદ્ર બાજુ આશરે ૮.૮ મિલિયન પાઉન્ડનું થ્રસ્ટ એટલે કે જાેર પેદા કરે છે. સ્પેસ લોન્ચ સિસ્ટમના પ્રોગ્રામ મેનેજરના જણાવ્યા અનુસાર, સ્પેસ લોંચ સિસ્ટમ માત્ર એક રોકેટ તૈયાર નથી કરી રહી, પરંતુ તે એકસાથે કેટલાય રોકેટ નિર્માણ પર કામ કરી રહી છે. આર્ટેમિસ લોન્ચ તો માત્ર શરૂઆત છે. આર્ટેમિસ-૧ આ સિરીઝમાં પ્રથમ છે જે ચંદ્ર પર આપણી હાજરીને વિસ્તૃત કરશે. નાસાએ ૨૦૨૦માં કહ્યું હતું કે તે ફેબ્રુઆરી ૨૦૨૨માં આર્ટેમિસ-૧ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અત્યાર સુધી સ્પેસ પ્રોગ્રામ માટે બનાવેલા કોઈપણ રોકેટ કરતાં આ રોકેટમાં વધુ મોટા, અત્યાધુનિક અને વિશ્વસનીય હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્પેસ લોન્ચ સિસ્ટમ અને ઓરિયન ટ્રાન્સપોર્ટર-૨ ક્રોલરની ઉપર પેડ ૩૯બી લોન્ચ કરવા માટે જશે. આ વિશાળકાય રોકેટ ફેબ્રુઆરીમાં ઉડાન ભરે તેવી શક્યતા છે, ટીમ તેની તારીખ ટૂંક સમયમાં નક્કી કરશે. આર્ટેમિસ-૧ મિશન દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ પર સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવશે.

તે કોઈપણ માનવ નિર્મિત અવકાશયાન કરતાં વધુ દૂર સુધી ઉડાન ભરશે અને પૃથ્વીથી લગભગ ૨૮૦,૦૦૦ માઈલના અંતરે જશે. પોતાની ૪-૬ અઠવાડિયાની યાત્રામાં તે ચંદ્રથી હજારો માઈલનું અંતર કાપશે. સ્પેસ લોન્ચ સિસ્ટમના મુખ્ય એન્જિનિયર જ્હોન બ્લેવિન્સનું કહેવું છે કે સ્પેસ લોંચ સિસ્ટમ ખૂબ જ શક્તિશાળી અને સક્ષમ છે અને તેને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જેથી મોટા કાર્ગો, લોકો અને સઘન અવકાશ સંશોધન સંબંધિત મુખ્ય વિજ્ઞાન મિશન માટે સરળતા રશે. આર્ટેમિસ મિશન સાથે નાસા ચંદ્ર પર પહેલી મહિલાને મોકલવાનું છે.નાસા પોતાના વિશાળકાય સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટની ઉડાન માટે તૈયારી કરી રહ્યું છે. પહેલી ઉડાન જેને આર્ટેમિસ-૧ કહેવામાં આવી રહ્યું છે, તે ક્રૂ વગર ઉડાન ભરશે અને આ રીતે આર્ટેમિસ મિશન અને માટે મેદાન તૈયાર કરવામાં આવશે. આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ મિશનમાં વિલંબ થઈ રહ્યો છે.

Related Posts