fbpx
રાષ્ટ્રીય

નિવૃત્ત IPS અમિતાભ ઠાકુર મુખ્યમંત્રી યોગી સામે ચૂંટણી લડશે

નિવૃત્ત આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

યુપી કેડરના અધિકારી અમિતાભ ઠાકુરને સમય પહેલા નિવૃત્તિ લેવાની ફરજ યોગી સરકારે પાડી હતી. જાેકે હવે અમિતાભ ઠાકુરે યોગી સામે મુકાબલો કરવાની જાહેરાત કરી દીધી છે અને બીજા ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

ઠાકુરે કહ્યુ છે કે, સીએમ યોગી આદિત્યનાથે પોતાના કાર્યકાળમાં અરાજકતા ફેલાવનારા અને બીનલોકશાહી પૂર્ણ કામ કર્યા છે. તેના વિરોધમાં તેઓ યોગી આદિત્યનાથ જ્યાંથી પણ ચૂંટણી લડશે ત્યાં ચૂંટણી લડશે.મારા માટે આ સિધ્ધાંતોની લડાઈ છે. હું ખોટા કામ સામે વિરોધ કરતો રહીશ.

ઉલ્લેખનીય છે કે, ઠાકુરને ૨૩ માર્ચે નિવૃત્ત કરવામાં આવ્યા હતા અને તે વખતે ગૃહ મંત્રાલયે કહ્યુ હતુ કે, તેમને બાકીની નોકરી માટે ફરજ બજાવવા માટે યોગ્ય સમજવામાં આવ્યા નથી. જનહિતમાં અમિતાભ ઠાકુરને તેમની નિવૃત્ત પહેલા તાત્કાલિક વહેલા ફરજ મુક્ત કરવામાં આવે છે.

Follow Me:

Related Posts