રાષ્ટ્રીય

નીતિન ગડકરીની જાહેરાત કરી,” હવે ૧૫ વર્ષ જૂના વાહનો ચલાવી શકશે નહીં”

પ્રદૂષણના વધતા સ્તરને ઘટાડવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પ્રદૂષણને ઘટાડવા માટે પહેલાથી જ કેટલાય નિયમો બનેલા છે. આપને જણાવી દઈએ કે, ખાનગી પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ પર એક સમય સીમા નક્કી કરી હતી કે, ૧૦ વર્ષ અને ૧૫ વર્ષ જૂના વાહનો ચલાવી શકાશે નહીં. પણ હવે આ નિયમ સરકારી ગાડીઓ પર પણ લાગૂ પડશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે, હવે ૧૫ વર્ષ બાદ સરકારી ગાડીઓ સ્ક્રેપ કરી દેવામાં આવશે અને આવી ગાડીઓ રોડ પર જાેવા મળશે નહીં. નીતિન ગડકરીએ આ નિયમને તમામ રાજ્યોમાં લાગૂ કરી દીધો છે.

આપને જણાવી દઈએ કે, રાજ્ય સરકારોને કહ્યું છે કે, પોતાના દાયરામાં આવતા તમામ વિભાગોમાં ઉપયોગમાં લેવાઈ રહેલા ૧૫ વર્ષ જુના વાહનો, ટ્રક, બસ અને કારને સ્ક્રેપ કરી દે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે મેમાં હરિયાણામાં નવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી ઉદ્ધાટનના અવસર પર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, દેશના દરેક જિલ્લામાં વાહનોના સ્ક્રેપ કરવા માટે બેથી ૩ સેન્ટર ખોલશે. ગત વર્ષે ઓગસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ ઓટોમોટિવ સ્ક્રેપેજ પોલિસીને લોન્ચ કરી હતી, જેને ર્ફઙ્મેહંટ્ઠિઅ ફીરૈષ્ઠઙ્મી હ્લઙ્મીીં સ્ર્ઙ્ઘીહિૈજટ્ઠંર્ૈહ પ્રોગ્રામ નામથી ઓળખાય છે. સમારંભ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પોલિસીથી લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવશે.

Follow Me:

Related Posts