નીતિશકુમાર સીએમ અને તેજસ્વી યાદવ ડે.સીએમના શપથ લીધા
બિહારમાં મંગળવારે મોટો રાજકીય ઉલટફેર થયો. નીતિશકુમારે ભાજપ સાથે નાતો તોડીને આરજેડી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો ર્નિણય લઈ લીધો. જેડીયુના નેતા નીતિશકુમારે આજે ૮મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશકુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજીવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. ૭ વર્ષમાં નીતિશકુમાર આઠમીવાર સીએમ બન્યા જે બિહારના રાજકારણના ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવી પણ શપથ સમારોહમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે હું ખુબ ખુશ છું. આ બધુ તમારા લોકોના કારણે જ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે જૂનું બધુ માફ છે. તેજસ્વી યાદવના પત્ની પણ સમારોહમાં હાજર રહ્યા. નીતિશકુમાર ૨૦૧૩માં ભાજપ અને ૨૦૧૭માં આરજેડી સાથે ગઠબંધન તોડી ચૂક્યા છે. બંને વખત તેમણે સરકાર બનાવી હતી અને પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.
એકવાર ફરીથી એનડીએ સાથે નાતો તોડીને ખુબ જ ગુપચુપ અંદાજમાં નીતિશકુમારે બધુ અંજામ સુધી પહોંચાડ્યું. આટલા વર્ષોમાં અનેક ઉથલપાથલ વચ્ચે એક વાત ન બદલાઈ અને તે છે બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બેઠનારા નીતિશકુમારનું નામ. નવા ગઠબંધન અને નવી સરકારના શપથગ્રહણ સમારોહ વચ્ચે એનડીએ ગઠબંધન તોડવા બદલ ભાજપે આજે ધરણા પ્રદર્શન કર્યું. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે નીતિશજીના સાથી સારા નથી. ‘અચ્છા સિલા દિયા અમ લોકો કે પ્યાર કા’. આ ખુબ ખોટી વાત છે. જ્યારે પણ મળ્યા ત્યારે ક્યારેય એવો અહેસાસ ન થયો કે તેઓ છોડીને જશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૪૦ બેઠક જીતશે.
Recent Comments