નેતાઆને તમામ સગવડો મફત છતાં પગાર અધધ…
સરકાર કે પૈસા નથી ટેક્સ આપો, જનતા પાસેથી અલગ અલગ ટેક્સ રૂપી પૈસા પડાવે છે અને સગવડના નામે મીંડુ.. પ્રજાજનને મકાન ભાડુ મોંઘુ, જમવાનું મોંઘુ, ફરવું મોઘું.. આરોગ્ય (હોસ્પિટલ) ખર્ચ મોંઘુ તેમ છતાં ટેક્સ ફરવો અને સમાજસેવા કરનારા નેતાઓ અજીવ પ્રકારની સમાજસેવા કરે છે અને આ સમાજસેવાનો પગાર અધધ વસૂલે છે. જાતેજ નિર્ણય લેવાનો, ઠરાવ પાસ કરવાનો અને પોતેજ તેને પાસ કરી પોતાની આવક વધારવાની પ્રજા પીસાતી રહે અને નેતાઓ મલાઈ ખાય…
ગુજરાતના ધારાસભ્યોને મહિને રૂ. ૧.૧૬ લાખ પગાર મળે છે. દિલ્હી સરકાર દ્વારા ધારાસભ્યોના પગારાવધારાને મંજૂરી અપાઇ છે. હવે દર મહિને દિલ્હીના ધારાસભ્યોને રૂ. ૯૦ હજાર પગાર મળશે. ગુજરાતમાં ધારાસભ્યોને પગાર સિવાય મેડિકલ, મુસાફરીની અલગથી સુવિધાઓ મળે છે. ૨૦૧૮માં ધારાસભ્યોનો પગાર રૂ. ૭૦૭૨૭થી વધારી રૂ. ૧૧૬૩૧૬ કરવામાં આવ્યો હતો. સીધો જ ૪૦ ટકાનો વધારો ધારાસભ્યોના પગારમાં કરાયો હતો. મંત્રીઓનો પગાર અગાઉ રૂ. ૮૭ હજાર હતો, જેમાં વધારો કરીને રૂ. ૧.૩૨ લાખ કરાયો હતો. દર મહિને રૂ. ૧.૧૬ લાખ પગાર મુજબ દર મહિને રૂ. ૨.૧૨ કરોડ અને વર્ષે ૨૫ કરોડથી વધારે ધારાસભ્યોના પગાર પાછળ ખર્ચ થાય છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ તથા ધારાસભ્યોના પણ મળવાપાત્ર મૂળ પગારમાં ૨૫ ટકાનો પગારવધારો મંજૂર કરાયો હતો. સરકારે ત્યારે જણાવ્યું હતું કે દેશનાં અન્ય રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો સહિત પદાધિકારીઓની સરખામણીમાં ગુજરાત વિધાનસભાના સભ્યો અને પદાધિકારીઓને મળતાં પગાર અને ભથ્થા ઓછાં છે.
વર્ષ ૨૦૦૫થી એમાં કોઈ વધારો કરાયો નહોતો. સામાન્ય રીતે કોઇપણ બાબતે એકબીજા સામે આક્ષેપ કરતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પગારવધારા મામલે સાથે રહ્યા હતા. પગારવધારા વિધેયક વખતે કોંગ્રેસે પણ જરાપણ વિરોધ વિના ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૭થી કરવામાં આવ્યો છે. દરેક ધારાસભ્યને તફાવતની રકમ પણ મળી હતી. વિપક્ષના નેતાનો ટપાલ ખર્ચ રૂ. ૧ હજારથી વધારી ૧૦ હજાર કરાયો હતો. ધારાસભ્યોને ગાંધીનગરમાં ક્વાર્ટર્સની સુવિધા આપવામાં આવે છે, જેનું રોજનું ભાડું માત્ર રૂ. ૧.૨૫ છે. મકાનમાં ધારાસભ્યોને ૨ સોફા, ૧ એસી, ૬ જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા અપાય છે, જેમાં નિયમિત સફાઈ અને અટેન્ડન્ટની પણ સુવિધા મળે છે. મકાનનું લાઈટબિલ પણ સરકાર ભરે છે. એમએલએ ક્વાર્ટર્સમાં કેન્ટીન પણ આવેલી છે, જ્યાં ૮૫ રૂપિયામાં દાળ-ભાત, શાક-રોટલી, છાશ, પાપડ, સલાડ સહિતનું ફુલ ભાણું મળે છે. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પરિવારજનો માટે રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં મફતમાં સારવારની સુવિધા છે.
Recent Comments