fbpx
ગુજરાત

નેત્રંગમાં દિકરીની ઉંમરની સગીરા પર દૂષ્કર્મ આચર્યું

નેત્રંગ તાલુકાના એક જ ફળિયામાં વસવાટ કરતા ચાર પુત્રીના પિતાએ દીકરીની ઉંમરની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. એક ગામમાં ટેમ્પો ડ્રાઇવર ભરવાડ મુકેશ રાજા નામનાં નરાધમે ૧૪ વર્ષિય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. નેત્રંગ પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગૂનો નોંધ્યો હતો.

ભરવાડ મુકેશ રાજા નામનો નરાધમ ધાબા ઉપરથી નાસીને પોતાના ઘરના ધાબા ઉપર આવી ગયો. ત્યાં સગીરાના પિતા પણ ઈસમને પકડવા પાછળ દોડ્યા હતા. અહીં પકડવા જતાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ થયો હતો. જ્યાં ભોગ બનનાર દિકરીના પિતાને નરાધમ મુકેશ રાજા ભરવાડે અને ભરત ભરવાડ તથા અન્ય એક ઈસમે ઉપરાણું લેતાં મામલો બિચકતા હતો. ત્રણેય ભરવાડોએ બેન સમાડી ગાડો ભાંડીને આદિવાસી પરિવારને જાતિવિષયક ટિપ્પણીઓ કરી હતી. સગીરાના પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નેત્રંગ, દેડિયાપાડા, ઝગડીયા ત્રણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનામાં રેપ અને ગેંગ રેપ જેવી ધટનાઓ પ્રકાશમાં આવી છે. આ તેં રેપ માં બે સગીરા ભોગ બની છે. ત્યારે તમામ સમાજે ચેતવાની જરૂર છે. સમાજમાં આવી ધટના નીંદાને પાત્ર છે. નેત્રંગ તાલુકામાં ત્રણ બાળકોને ના પિતા ઉપર લોકો એ ફિટકાર વરસાવ્યો હતો અને કડક સજાની માગ કરી હતી.

દુષ્કર્મ કરનાર નરાધમના ઘરની સ્ત્રીઓએ સગીરાના પિતા ઉપર પણ હાથ ઉપાડ્યો હોવાનું કબુલ્યું હતું.એક સ્ત્રી તરીકે સ્ત્રી જાેડે ખોટું કરનારને છાવરવા માટે ભોગ બનેલા ગરીબને ઢોરમાર મારવો કેટલું યોગ્ય કેહવાય? આ ધટના ખરેખર નિંદનીય છે. વાત આટલે અટકતી નથી ગરીબ કુટુંબ હોવાથી લાલચ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.ર્ મહિલાઓના સન્માનના દિવસે જ કોઈ મહિલાએ માતૃત્વ લજવાવ્યું હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના નવા કરારવેલ પાસેથી તાજું જન્મેલ બાળક ત્યજી નિષ્ઠુર માતા ફરાર થઇ ગઈ હતી. નવાગામ કરારવેલ ના સાવન કોમ્લેક્ષ ના ઓટલા પર બાળક ત્યજી દેવાયું હતું. સ્થાનિક લોકોને જાણ થતા લોકો દોડી આવ્યા હતા. તાલુકા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ૧૦૮ ને જાણ કરી હતી. ૧૦૮ દ્વારા બાળકોનું આરોગ્ય ચકાસી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

Follow Me:

Related Posts