દિલ્હી ખાતે ગુરુવારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર કરાયા છે. સરદાર ઉધમ, ઇઇઇ, ગંગુબાઈ કાઠિયાવાડી અને રોકેટ્રી ફિલ્મોની વિવિધ કેટેગરીમાં સંદગી થઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ અને મિમિ માટે ક્રિતિ સેનન સંયુક્તણે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદ થયાં છે. અલ્લુ અર્જુનને પુષ્પાઃ ધ રાઈસ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળશે. ૨૮ ભાષાની ૨૮૦ ફીચર ફિલ્મ અને ૨૩ ભાષાની ૧૫૮ નોન ફીચર ફિલ્મની એન્ટ્રી મળી હતી. આર માધવનની ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બિ ઈફેક્ટને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ એનાયત થશે. જ્યારે ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ અને મિમિ ફિલ્મમાં ક્રિતિ સેનને સંયુક્તપણે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાશે. નેશનલ ઈન્ટિગ્રેશન પર બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ધ કાશ્મીર ફાઈલ્સને બેસ્ટ ફિલ્મ જાહેર કરાઈ છે. સંપૂર્ણ મનોરંજન પૂરું પાડવા બદલ ઇઇઇને બેસ્ટ ફિલ્મ જાહેર કરાઈ છે. આ ઉપરાંત એક્શન, ડાયરેક્શન કોરિયોગ્રાફી અને સ્પેશિયલ ઈફેક્ટ્સમાં સહિત આ ફિલ્મને કુલ ૬ એવોર્ડ મળ્યા છે. સંજય લીલા ભણસાલીએ ગંગુબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એડિટિંગનો એવોર્ડ જીત્યો છે. પલ્લવી જાેશી અને પંકજ ત્રિપાઠીએ મહિલા અને પુરુષ કેટેગરીમાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળશે. અનુક્રમે ધ કાશ્મીર ફાઈલ્સ અને મિમિ માટે આ બંને કલાકારની પસંદગી થઈ છે. શેરશાહ ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ જાહેર થયો છે.
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
પલ્લવી જાેષી અને પંકજ ત્રિપાઠી - એક્શન, ડાયરેક્શન, કોરિયોગ્રાફી,
સ્પેશિયલ ઈફેક્ટ્સ, બેસ્ટ પોપ્યુલર ફિલ્મ ઇઇઇ - બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર
દેવી શ્રી પ્રસાદ, પુષ્પા - બેસ્ટ એડિટર
સંજય લીલા ભણસાલી, ગંગુબાઈ કાઠિયાવાડી - બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
પલ્લવી જાેષી, ધ કાશ્મીર ફાઈલ્સ - બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
પંકજ ત્રિપાઠી, મિમિ - બેસ્ટ એક્ટ્રેસ
આલિયા ભટ્ટ અને ક્રિતિ સેનન - બેસ્ટ ડાયરેક્શન
નિખિલ મહાજન, મરાઠી ફિલ્મ
ગોદાવરી - બેસ્ટ ફિચર ફિલ્મ
રોકેટ્રીઃ ધ નામ્બિ ઈફેક્ટ - સ્પેશિયલ જ્યુરી એવોર્ડ
શેરશાહ


















Recent Comments