નેહા કક્કડ એક સમયે જાગરતામાં ગાતી હતી ભજન
નેહા કક્કડને બોલિવૂડની સૌથી મોંઘી ગાયિકા તરીકે ઓળખવામાં આવે છે, અને તેની પ્રતિભાને કારણે તેણે અપાર ખ્યાતિ અને સંપત્તિ મેળવી છે. આજે નેહા કક્કરના જન્મદિવસના અવસર પર, તેની નેટવર્થ, જીવનશૈલી અને કાર કલેક્શન જાણો. નવરાત્રી દરમિયાન ભજન ગાતી નેહા આજે બોલિવૂડની ટોચની ગાયિકાઓમાંની એક છે. પોતાની ગાયકીથી કરોડો ચાહકોને દિવાના બનાવનાર બોલિવૂડ સિંગર નેહા કક્કર માટે ૬ જૂનનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આજે તેમનો જન્મદિવસ છે. ૧૯૮૮માં જન્મેલી નેહા કક્કર આજે તેનો ૩૫મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર, અમે તેના ચાહકોને કહેવા જઈ રહ્યા છીએ કે નેહા કક્કડનું કારનું કલેક્શન અને અન્ય કિંમતી સામાન. બોલિવૂડમાં નેહા કક્કરની સફર આસાન રહી નથી કારણ કે, તેણે આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી હતી. નેહા કક્કરે પૈસા કમાવવા માટે ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે તેના ભાઈ-બહેન સોનુ કક્કર અને ટોની કક્કર સાથે નવરાત્રી દરમિયાન ચોકીમાં ગાતી હતી. એક સમયે નેહા ભજન ગાવાના ૫૦ રૂપિયા લેતી હતી અને આજે તેની ફી લાખોમાં છે. આજે નેહા કક્કર ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી ગાયિકાઓમાંની એક છે. કહેવાય છે કે , નેહા કક્કર એક ગીત માટે ૧૫,૦૦,૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે. બોલિવૂડમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ નેહા કક્કડ ખૂબ જ મોંઘી વસ્તુઓની માલિક છે. નેહા કક્કરને કારનો ખૂબ શોખ છે અને તેની પાસે કારનું મોટુ કલેક્શન છે. જેમાં એકથી વધુ લક્ઝરી કારનો સમાવેશ થાય છે. નેહાના કાર કલેક્શનમાં છેઙ્ઘૈ ઊ૭, જેની કિંમત રૂ. ૭૦ લાખથી રૂ. ૧ કરોડની વચ્ચે છે. નેહા પાસે મર્સિડીઝ બેન્ઝ ય્ન્જી ૩૫૦ પણ છે, જેની કિંમત ૮૦ લાખ રૂપિયા છે. તેણે વર્ષ ૨૦૧૮માં આ કાર પોતાને ગિફ્ટ કરી હતી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી. તેણે કેપ્શન આપ્યું, છોટી સી લડકી કી એક ઔર બડી સી ગાડી!! મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહા કક્કરની કુલ સંપત્તિ ૪૦ કરોડની આસપાસ છે. જેમાં મુંબઈમાં તેનું આલીશાન ઘર પણ સામેલ છે. તાજેતરમાં નેહાએ નવું ઘર ખરીદ્યું હતું અને તેના મિત્રો માટે હાઉસ વોર્મિંગ પાર્ટી રાખી હતી. નેહા કક્કરને લક્ઝરી બેગ્સ પસંદ છે. નેહા પાસે ઘણી મોંઘી બેગ છે.
Recent Comments