નોરા ફતેહીનો બીચ પર બિકીનીમાં ગ્લેમરશ અંદાજમાં વીડિયો થયો વાયરલ
બોલિવૂડમાં ડાન્સિંગ ક્વિન નામે મશહૂર નોરા ફતેહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તે ગ્લેમરશ લૂકમાં જાેવા મળી. આ વીડિયોને તેમણે સેલ્ફી કેમેરામાં શૂટ કર્યો છે. તેમાં તે બીકનીમાં જ જાેવા મળી રહી છે. ફેન્સ તેના આ વીડિયોને ખૂબ પસંદ અને શેર કરી રહ્યાં છે.
શુક્રવારે નોરા ફતેહીના દિલબર દિલબર સોન્ગ પરના ડાન્સે ૧૦૦ કરોડ વ્યૂઝ પૂરા કર્યાં. આ જાણીને નોરા ખુશ ખુશાલ થઇ ગઇ. તેમણે તેમના ફેન્સનો આભાર માન્યો છે. વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેના સોન્ગ દિલબર દિલબર પર નોરાના ડાન્સને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.હાલ આ સોન્ગ પરના ડાન્સે ૧૦૦ કરોડ વ્યૂ મેળવીને એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. મ્યુઝિક કંપની ટી સીરિઝે નોરાને ૧૦૦ કરોડ વ્યૂ માટે સરપ્રાઇઝ પાર્ટી આપી હતી. તેમણે કામના બહાને ટી સીરિઝની ઓફિસે બોલાવી હતી. તે ઓફિસ પહોંચી તો ૫૦ બાળકોએ દિલબર દિલબર સોન્ગ પર જ ડાન્સ કર્યો. નોરા માટે આ ખૂબ જ બિગ સરપ્રાઇઝ હતું.
Recent Comments