fbpx
રાષ્ટ્રીય

પંજાબમાં ઘઉંની બોરી ચોરી કરતા પકડાઈ જતાં ટ્રકના બોનેટ પર બાંધી પોલીસ સ્ટેશને લઈ ગયાં

પંજાબના મુક્તસર જિલ્લામાંથી એક ટ્રકમાંથી ઘઉંની બે બોરી ચોરી કરવાના આરોપમાં એક શખ્સને બોનટ સાથે બાંધીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક શખ્સને રસ્સી સાથે બાંધેલો છે. જ્યારે તેની બાજૂમાં એક ટ્રક ચાલકનો સહાયક બેઠેલો હતો. તો વળી પોલીસનું કહેવું છે કે, તેમને આ ઘટનાના બે વીડિયો મળ્યા છે, જેમાં પ્રથમ વીડિયોમાં આરોપીને ચોરી કરતા બતાવ્યો છે અને બીજા વીડિયોમાં તેની સાથે બર્બરતા આચરવામાં આવી હોય તેવું બતાવામાં આવે છે. આ મામલાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. શું છે સમગ્ર મામલો તે જાણો… સહાયકને એક અન્ય અજાણ્યો શખ્સ એવું કહે છએ કે, બાંધેલા શખ્સે ઘઉંની બે બોરી ચોરી કરી હતી. અને તેને બસ સ્ટેન્ડ પોલીસ ચોકીએ લઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મુક્તસર પોલીસે કહ્યું કે, તેમને આ ઘટના સાથે જાેડાયેલ બે વીડિયો મળ્યા છે.

Follow Me:

Related Posts