આજથી ગુજરાતના ૩૨ લાખ રેશનકાર્ડ ધારકને સરકારી અનાજ નહીં મળે. પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનના ધારકો હવે લડી લેવાના મૂડમાં છે. પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનદારો અસહકાર આંદોલન પર ઉતર્યા છે. જાે કે અસહકાર આંદોલનની અસર રેશનકાર્ડ ધારકો પર પડશે. તેમને સરકારી અનાજ નહીં મળી શકે. સસ્તા અનાજની દુકાનના ધારકો કમિશન અને અનાજ ઘટની માગ પુરી કરવાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. આગામી સાતમ-આઠમના તહેવારો સમયે અસહકાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી સરકારે માગણી ન સ્વીકારી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો સરકારે કમિશન આપવાનો સ્વીકાર કર્યો છે. જાે કે કમિશન આપવામાં ન આવતા સસ્તા અનાજની દુકાનના ધારકો વિરોધ કરી રહ્યા છે. રાજ્યની ૧૭ હજાર રેશનકાર્ડ દુકાનમાં અનાજનો જથ્થો સ્વીકારાયો નથી.
પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનદારો અસહકાર આંદોલન પર ઉતર્યારાજ્યની ૧૭ હજાર રેશનકાર્ડ દુકાનમાં અનાજનો જથ્થો સ્વીકારાયો નથી

Recent Comments