હાલ રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવા હેઠળના આરોપસર કારાવાસ ભોગવી રહ્યા છે. તેથી આ વખતે ગણશ સ્થાપનાની બધી જ જવાબદારી શિલ્પા પર છે. દરેક પ્રોટોકોલને અનુસરી રહેલી જાેવા મળે છે. તેણે મોઢાંપર માસ્ક પેર્યું છે. તે ગણપતિજીની મૂર્તિ ઘરમાં લાવતી જાેવા મળી રહી છે. શિલ્પા પોતાના ઘરમાં વરસોથી ગણપતિની સ્થાપના કરે છે. તેમજ ઘરને સુંદર રીતે શણગારે છે. તે બાપાની વિદાય પણ ભવ્ય રીતે આપે છે.
શિલ્પાએ આ વખતે પતિ જેલમાં હોવા છતાં પોતાની આ પરંપરાને ચાલુ રાખી છે. બીજી બાજુ તેની બહેન શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં છે. તેથી આ વખતે શિલ્પા સાવ એકલી પડી ગઇ છે. છતા ંતે હિંમત હારી નથી અને બાપાને શ્રદ્ધાથી ઘરે લાવી છે.૧૦મી સપ્ટેમ્બરે દેશમાં ગણેશ ચતુર્થી છે અને ગણપતિના ભક્તો તેની તૈયારી કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી પણ ગણપતિ બાપાની ભક્ત છે અને તેના ઘરે પણ તેમનું આગમન થઇ ગયું છે. શિલ્પા શેટ્ટી પોતાના ઘરમાં બાપાની મૂર્તિ પધરાવી રહી છે તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ પહેલા જ્યારે શિલ્પા ગણપતિની મૂર્તિ ઘરે લાવતી હતી ત્યારે પતિ રાજ કુન્દ્રા સાથે હતા.
Recent Comments