હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવા અને આવી પ્રવુતી કરતા નિર્દય ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ , ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .
જે અંતર્ગત સાવરકુંડલા તરફથી અમરેલી , સાવરકુંડલા ચોકડીથી લાઠી ચોકડી તરફ એક ટ્રકમાં ભેંસો ભરીને કતલખાને લઇને જાય છે તેવી વર્ધી મળતા , વર્ધી આધારે તાત્કાલીક કાર્યવાહી કરતા એક બંધ બોડી વાળા ટ્રકમાં પાછળના ભાગે ભેંસ જીવ નંગ -૦૮ ( આઠ ) કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર , કતલ કરવાના ઇરાદે , ખીચો – ખીચ રીતે બાંધી ( ગોંધી ) રાખી , ક્રુરતાપુર્વક ટ્રકમા ભરી , હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવતા ટ્રક જેના રજી નંબર GJ – 14-7-1579 , ની કિ .રૂ .૫,૦૦,૦૦૦ / – તેમજ ટ્રકમા ભરેલ ભેંસ જીવ નંગ ૦૮ ( આઠ ) ની કિ.રૂ .૩,૨૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૮,૨૦,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન પશુઓ પ્રત્યેનો ધાતીયપણુ અટકાવાનો અધિનિયમ મુજબનો ગુનો રજી કરી આરોપીને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે .
ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) નસીમુદ્દિન આદમભાઇ ખોરાણી ઉ.વ .૨૭ , ધંધો.ડ્રાઇવીંગ , રહે.અમરેલી , બહારપરા , જૈન ટોકીઝ પાસે , મોટા ખાટકીવાડ , તા.જિ.અમરેલી
આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રાણી પ્રત્યે ધાતકીપણું કરતા ઇસમને ભેસ જીવ નંગ ૦૮ તથા એક ટ્રક જેની કુલ કિ.રૂ . ૮,૨૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ . પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે .
Recent Comments