fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનની ખૈબર પોલીસે રસ્તા પર ઉતરી આઇએસઆઇ વિરુદ્ધ નારા લગાવ્યા

પાકિસ્તાનના ખૈબર પ્રાંતની પોલીસ અણધાર્યા પગલાં ઉઠાવી રસ્તા પર ઉતરી છે. તેણે ૈંજીૈં વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે વરદી પહેરીને લગભગ ૨૪ પોલીસકર્મી પેશાવર પ્રેસ ક્લબની બહાર એકઠાં થયા અને ૈંજીૈં વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું હતું કે, અમે ખૈબર પખ્તુનખ્વા પોલીસ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. અમારો વિરોધ ‘સિસ્ટમ’ સામે છે. બીજી તરફ, માનવાધિકાર સંગઠનો બાદ હવે સત્તાધારી પાર્ટીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નાં ઉપાધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમે આ હુમલા માટે પૂર્વ ૈંજીૈં ચીફ માસ્ટર જનરલ ફૈઝ હમીદને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે, જનરલ હામિદને ઇમરાન પોતાની આંખ, હાથ અને કાન કહેતા હતા. ત્યારે પેશાવરમાં તૈનાતી બાદ તેમણે આતંકીઓ (અફઘાનિસ્તાન) માટે દરવાજાે કેમ ખોલ્યો? કટ્ટર આતંકીઓને કેમ છોડવામાં આવ્યા? જાે હમીદ દેશની આંખ, કાન અને હાથ હોત તો આતંકવાદને આશરો ન મળત.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોને સત્તા સુધી પહોંચવામાં મદદ કરનારા પાકિસ્તાનને હવે તાલિબાનો જ આંખ દેખાડી રહ્યા છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકીએ ખુલ્લેઆમ કહ્યું છે કે, પેશાવર હુમલા સાથે અફઘાનિસ્તાનને કોઈ લેવાદેવા નથી. આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આપણા દેશમાં પણ ૨૦ વર્ષથી મસ્જિદો પર હુમલા થઈ રહ્યા છે અને લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વા પોલીસને પેશાવરમાં આત્મઘાતી હુમલા અંગે મોટી માહિતી મળી છે. પોલીસ વડા મોઅઝમ જાહ અન્સારીએ જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોર પોલીસ યુનિફોર્મમાં મસ્જિદમાં ઘૂસ્યો હતો, જેના કારણે કોઈને તેના પર શંકા થઇ નહોતી.

પોલીસને વિસ્ફોટના સ્થળેથી હુમલાખોરના જેકેટમાં વપરાયેલ બોલબેરિંગ મળી આવ્યા હતા. સત્તા પરથી હટ્યા બાદ ઇમરાને સેના પર આરોપ લગાવ્યો હતો કે સરકાર સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે આર્મી ચીફ બાજવા ઈચ્છતા હતા કે પાકિસ્તાન યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના મામલે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાન કરે. પૂર્વ ગૃહમંત્રી અને ઈમરાનના નજીકના શેખ રાશિદની ધરપકડ થઇ છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સામે ઈમરાનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હતો. રાશિદે કહ્યું- મારી કોઈ પણ વોરંટ વગર ધરપકડ કરવામાં આવી છે. રાશિદ પહેલાં પૂર્વમંત્રી ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts