fbpx
ગુજરાત

પાછલા બે મહિનામાં ઈફના વેચાણમાં ૨૩ ટકા જેટલો નોંધાયો ઉછાળો

મોંઘવારીના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, આવામાં મધ્યમ અને ગરીબ વર્ગના હાલ બેહાલ થયા છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રોનિક વ્હીકલ માર્કેટમાં આવ્યા છે અને આ વિકલ્પ લોકોએ પસંદ કરી લીધો હોય તેવી સ્થિતિ બની રહી છે. સાથે જ સરકારની ઈ વ્હીકલ પોલિસીએ પણ ઈ વ્હીકલના સેલમાં સ્પીડ વધારવાનું કામ કરતા હાલ ઈફનું વેચાણ ટોપ ગીયરમાં જાેવા મળી રહ્યું છે. પાછલા બે મહિનામાં ઈફના વેચાણમાં ૨૩ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. દેશભરમાં સૌથી પહેલા ગુજરાત સરકાર દ્વારા લોકો ઈ વ્હીકલ ખરીદતા થાય તે દિશામાં પ્રયાસો શરુ કર્યા અને ત્યાર બાદ ઈ વ્હીકલ પોલિસી જાહેર કરી. જેમાં ટુ વ્હીલર્સ પર ૨૦ હજાર અને ફોર વ્હીલર્સ પર દોઢ લાખની સબસીડી જાહેર કરી હતી. જાેકે, વધતી મોંઘવારીમાં અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના લીધે લોકોએ પણ હવે ઈફનો વિકલ્પ અપનાવી લીધો છે અને એ જ કારણ છે કે ઈફનું માર્કેટ હવે સ્પીડ પકડી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ૨૩% જેટલો વધારો નોંધાયો છે. આ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશનના પૂર્વ ચેરમેન પ્રણવભાઈ શાહ જણાવે છે કે,

ટુ વ્હીલર કરતા ફોર વ્હીલરના ઈફ વેચાણમાં વધારે જાેવા મળે છે. મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોની વાત કરવામાં આવે તો ઈફનું વેચાણ ૧૪%એ પહોંચ્યું છે. ફોર વ્હીલર્સમાં હવે ચીપની શોર્ટેજ ઓછી થતાં ડિમાન્ડ વધી છે. એટલું જ નહીં, ઈફના નવા પ્રોજેક્ટ પણ ગુજરાતમાં આવી રહ્યાં છે. બીજી તરફ ટુ વ્હીલર્સ કંપનીઓ અને ફોર વ્હીલર્સ કંપનીઓ પણ ઈફનો ગ્રોથ થાય તેવા આયોજન કરી રહી છે. એક ખાનગી કંપની દેશભરમાં બેટરી સ્વેપિંગ સેન્ટરના ૬ હજાર પોઈન્ટ શરુ કરી રહી છે. તેનાથી હવે જેમ ગેસના સિલિન્ડર બદલાય છે, તેવી રીતે જૂની બેટરી મૂકી નવી ચાર્જડ બેટરી લઈ જવાય તેવી વ્યવસ્થા કરી રહી છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો પર ઈવીના ચાર્જિંગ સ્ટેશન પણ સરકાર શરુ કરી રહી છે. બીજી તરફ, સેમિકન્ડક્ટર મામલે પણ ભારત સેમિકન્ડક્ટરનું પ્રોડક્શનનું મોટું હબ બનશે. અત્યાર સુધી ઈફમાં વપરાતી ચીપમાં સાઉથ કોરિયા અને ચાઈનાનો દબદબો હતો, જેનું હવે ભારત પ્રોડક્શન કરવાનું છે. સેમિકન્ડક્ટર જે કાર અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં તેનો વપરાશ વધારે છે તેનું કોમર્શિયલ પ્રોડક્શન થતાં ૧૮થી ૨૦ મહિનાનો સમય લાગે તેમ છે.

Follow Me:

Related Posts