પાટણમાં બ્રહ્માણી માતાનાના મંદિરે યોજાયેલા શતચંડી મહાયજ્ઞમાં માતાજીનો મહાઅભિષેક કરાયો
ઐતિહાસિક નગરી પાટણ શહેર નજીક આવેલા રાજપુર ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિરમાં રજત જયંતિ મહોત્સવ ૨૦૨૨ ચાર દિવસ ભવ્ય શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. શતચંડી મહાયજ્ઞના આચાર્ય પદે વેદપાઠી ભુપેન્દ્ર અધ્યારૂ સહિત બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા શતચંડી મહાયજ્ઞ કરાવી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે બ્રહ્માણી માતાજીનો મહાઅભિષેક યોજાયો હતો. પાટણના રાજપુર ખાતે બ્રહ્માણી માતાના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે બ્રહ્માણી માતાજીનો શતચંડી મહાયજ્ઞ નિમિત્તે ત્રીજા દિવસે સવારે મંત્ર પઠન સ્થાપિત દેવતાઓનું પૂજન ચંદીપાઠ પઠન સહિત બ્રાહ્મણી માતાજીનો મહા અભિષેક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. જેના યજમાન પદે બેસવાનો લહાવો ભગવાન કાલિદાસ અને દીક્ષિત ભગવાન પટેલ પરિવારે લીધો હતો. શતચંડી મહાયજ્ઞના આચાર્ય પદે વેદપાઠી ભુપેન્દ્ર અધ્યારૂ સહિત બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા બ્રહ્માણી માતાજી મહાઅભિષેક કરાવ્યો હતો.
Recent Comments