ગુજરાત

પાટણમાં રશિયા યુક્રેન યુદ્ધના વિરોધમાં ગાંધીવાદી કાર્યકર વિશ્વબંધુનું વ્યાખ્યાન અને ધરણા યોજાયા

સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે આવેલ સરસ્વતી શારદા વિદ્યાપીઠ ખાતે વિશ્વ શાંતિના લાભાર્થે અને રશિયા યુક્રેન યુદ્ધના વિરોધમાં ગાંધીવાદી કાર્યકર ધનજીભાઈ ઓખાભાઈ વિશ્વબંધુનું વ્યાખ્યાન અને ધરણા સોમવારે યોજાયા હતા. આ પ્રસંગે પ્રિન્સિપાલ પ્રિયંકાબેન પટેલ અને પ્રોફેસર ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વ બંધુ દ્વારા અહિંસા નું મહત્વ સમજાવી રશિયા યુક્રેન યુદ્ધ બંધ થાય તેની અગત્યતા જણાવી હતી. આ પ્રસંગે તેમણે સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા રદ કરાયા તે પૂર્વે થયેલા આંદોલનમાં ૧૦૦૦ જેટલા ખેડૂતોના મોત થયા હતા. આવી ઘટના દેશમાં ન બનવી જાેઈએ. આંદોલનમાં થયેલા મોતની ઝારશાહીના શ્રમિકો ઉપરના ગોળીબારથી થયેલા મોત સાથે સરખામણી કરીને જણાવ્યું હતું કે ગાંધી મુલ્યો સાથે હિંસા સંભવી શકે નહીં.

Related Posts