પાટણમાં હાંસાપુર ડેરી માર્ગે હનુમાન મંદિરની સામેના ફલેટમાં મહિલાઓ મારામારી કર્યાની ઘટના સામે આવી
પાટણ-ચાણસ્મા થોડે દૂર હાંસાપુર ડેરી જવાનાં માર્ગે આવલા રોટલીયા હનુમાન મંદિરની સામે આવેલા એક ફલેટમાં રહેતી એક મહિલાને અન્ય એક મહિલા અને તેની સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ ગડદાપાટુનો માર મારીને માથાનાં વાળ પકડીને નીચે નાખતાં ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તેના પતિએ ‘૧૦૮’ ને જાણ કરી સારવાર માટે પાટણની ધારપુર સિવીલ હોસ્પિટલમાં સારવાર સારવાર માટે ખસેડી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત અને ઉપરોક્ત ગળે આવેલા ફલેટમાં રહેતી મહિલા બે વ્યક્તિ સામે ફરીયાદ નોધાવી એવો આક્ષેપ ક્યોં છે કે, અન્ય એક મહિલાએ તેને ફોન કરીને કહેલું કે, તારા દીકરાને કહી દેજે કે,મારી દીકરીને કાંઇ પૂછે નહિં. નહિં તો સ્કુલમાં જઇને એનો દાખલો જ કાઢવી નાંખીશ અને તે નહિઁ કહે તો તને ઘરે આવીને તારા દિકરાની સામે જ મારીશ. તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. અને અન્ય એક વ્યક્તિ સાથે આ મહિલાએ મારા ઘરે આવીને તેને ગડદાપાટુનો માર મારી તેના વાળ પકડી નીચે નાંખી માર મારી ઇજાઓ કરી હતી. બાદમાં મારા પતિએ આવીને ‘૧૦૮’માં ધારપુર સિવીલમાં મોકલી હતી. જ્યાં તેણે ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો.
Recent Comments