અમરેલી

પાટનગર હૈદરાબાદ ખાતે તેલંગાણાના સહકાર–કૃષિ મંત્રી નિરંજન રેડી–દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત

નાફસ્કોબના ચેરમેન રવિન્દ્ર રાવ, મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ સુશ્રી ગીતાબહેન સંઘાણી, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનિષ સંઘાણી ઉપસ્થિત રહયા

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનર્ભરિ બનવા સેવલ સ્વપ્ન અને સુચનને દેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ લગાવવી છે અને તે પ્રવૃતિ મા અન્ય રાજયો સામેલ થઈ રહયા છે જે અંતર્ગત રાષ્ટ્રિય સહકારી અગ્રણી એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણી તેલંગાણા રાજયના પાટનગર હૈદરાબાદ ખાતે સહકાર–કૃષિ મંત્રી નિરંજન રેડી સાથે શુભેચ્છા મૂલાકાત યોજાયેલ આ તકે નાફસ્કોબના ચેરમેન રવિન્દ્ર રાવ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના ચેરપર્સન સુશ્રી ગીતાબેન સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ– યુવા અગ્રણી મનીષ સંઘાણી શ્રીમતિ ધારાબેન સંઘાણી ઉપસ્થિત રહેલ.

મંત્રી રેડી એ દિલીપ સંઘાણીનું ઉષ્માભર્યુ સ્વાગત કરેલ બાદમા સહકારી પ્રવૃતિ અંગે ગહન ચર્ચા – વિચારણા કરવામા આવી હતી. નિરંજન રેડીએ ગુજરાતની પ્રશંસનીય સહકારી પ્રવૃતિ દિલીપ સંઘાણીના માધ્યમથી સમગ્ર દેશમા અસરકારક કામગીરી કરી રહયાનું જણાવી ગુજરાતની સહકારી પ્રવૃતિને બિરદાવી હતી અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલ અમરેલી જીલ્લા બેંક – જીલ્લા દૂધ સંઘનું પ્રતિનિધિ મંડળ અન્ય રાજયોના પ્રવાસે હોઈ, વિવિધ સહકારી પ્રવૃતિઓનો અભ્યાસ કરવામા આવી રહેલ છે.

Follow Me:

Related Posts