અમરેલી

પાણી પ્રશ્ને નાયબ દંડક કૌશિક વેકરીયાની  વધુ એક   રજૂઆતના પગલે નાની કુંકાવાવ વી.ટી. (બંધારા) ના રિનોવેશનને મંજૂરી

સ્થાનિક સોર્સ મજબૂત કરી અને સાથે નવા વિકલ્પો શોધી અમરેલી વિધાનસભાને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે  કામગીરી કરતા શ્રી વેકરીયાનો આભાર વ્યક્ત કરતા ભાજપ અગ્રણી જલ્પેશભાઈ મોવલિયાmઅમરેલી- અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના યુવા અને ઉર્જાવાન ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે હંમેશા ખેડૂતો અને પ્રજાજનોનું હીત રહેલું છે. અમરેલી-વડિયા-કુંકાવાવના પ્રાણ પ્રશ્ન પાણીના મુદ્દે એક પછી એક વિકાસ કાર્ય કરી અને ૯૫ અમરેલી વિધાનસભાના સમગ્ર વિસ્તારને પાણીદાર બનાવા કર્તવ્યબદ્ધ ધારાસભ્ય વેકરીયાની ધારદાર રજૂઆતોના પગલે નર્મદા-જળસંપત્તિ અને પાણી પુવવઠા વિભાગે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં નાની કુંકાવાવ વી.ટી.ને રિનોવેશનની મંજૂરી આપી છે.   ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાની પામેલ બંધારાને સંપૂર્ણ તોડીને નવેસરથી કોનક્રિટ વેસ્ટ વીયર બનાવવામાં આવશે. સાથોસાથ બંધારાની ફરતે  પાળાની મજબૂતાઈ તેમજ પાણીની સંગ્રહ શક્તિ વધારવા ડીપનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

કુંકાવાવ – વડિયા તાલુકાના  નાની કુંકાવાાવ ગામે વી.ટી.રિનોવેશનની  માંગણી હતી જેને યોગ્ય મંચ પર ઉઠાવી અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.  પ્રજાના પ્રશ્નો માટે દિવસ રાત કર્તવ્યબદ્ધ એવા વિધાનસભાના નાયબ દંડકની રજૂઆતના પગલે રાજ્ય સરકારને અંદાજિત રૂ.  ૭૦.૫૨ લાખની માતબર રકમ આ ચેકડેમના નિર્માણ માટે મંજૂર કરી છે. અગાઉ આ કામ માટે એસ્ટીમેટ આશરે ૫૯ લાખ રૂપિયા જેટલું હતું જોકે, ધારાસભ્ય પાસે સ્થાનિક રજૂઆતને ધ્યાને લઇ તેની મંજૂરીનો વ્યાપ વધારી ૭૦.૫૨ લાખ કરવામાં આવી છે.રિનોવેશનના ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરી અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને સત્વરે કામગીરી કરવા સૂચન કર્યુ હતું.

આ વી.ટી.નું રિનોવેશન કાર્ય થતા નાની કુંકાવાવ અને આસપાસના ગામના લોકોની પાણીની સમસ્યા દૂર થશે. અમરેલીની પાણીના પ્રશ્ને સ્થાનિક સોર્સ મજબૂત કરી અને સાથે નવા વિકલ્પો શોધી આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે ધારાસભ્ય કૌશિકભાઈ પ્રયત્નશીલ છે. આ જાહેરાત થતાની સાથે જ આસાપસાના વિસ્તારના આગેવાનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે.બોક્સ મેટર અમરેલીને પાણીના પ્રાણ-પ્રશ્રે આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્નશીલ  તથા ખેડૂતોનું હિત જેના હૈયે વસેલું છે એવા પાણીદાર ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાનો આભાર વ્યક્ત કરતા શ્રી જલ્પેશભાઈ મોવલીયા.

Related Posts