વલસાડની પારડી જીઆઇડીસીમાં આગની ઘટના બની હતી. જીઆઇડીસીમાં આવેલી ભાનુશાળી પેકેજિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં આગ લાગતાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પારડી ફાયર ફાઈટર ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે વલસાડ અને અતુલના ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
ભાનુશાળી પેકીજીંગ નામની કંપનીમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા કામ કરી રહેલા કર્મચારીઓમાં નાશભાગ મચી હતી. કંપનીના જાગૃત કર્મચારીઓએ તમામ કામદારોને સુરક્ષિત રીતે ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પેકેજીંગ કંપનીમાં પુઠાનો જથ્થો પડ્યો હોય આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની ઘટનાની પારડી ફાયર ફાઈટરની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે અતુલ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમની મદદ લેવાઈ છે. વલસાડ, અતુલ, ધરમપુર, વાપી સહિતના વિસ્તારમાંથી કુલ ૮ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
Recent Comments