પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે બ્રિજ ધરાશાયી થવાને મામલે ય્ઁઝ્ર ઈન્ફ્રાના ૧૧ લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. ઈડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપલ ઈજનેર મુણાલ વિઠલપરાએ ય્ઁઝ્ર ઇન્ફાના ૭ ડિરેકટર અને ૪ એન્જિનિયર સામે ગુનો નોંધાયો છે. રવિવારે પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે ઓવરબ્રિજનો સ્લેબ ધરસાઈ થતાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ય્ઁઝ્ર ઈન્ફ્રા કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. જેને લઈને બ્રિજ બનાવનાર ય્ઁઝ્ર ઇન્ફા કંપની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. જાેકે ગાંધીનગરથી ઇદ્ગમ્, ક્વોલિટી કંટ્રોલ અને ડિઝાઇન સર્કલની વિવિધ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જાેકે આજે મામલાની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા ય્ઁઝ્ર ઇનફાના ૭ ડાયરેક્ટરો તેમજ ૪ એન્જીનીયરો સહિત ૭ લોકો સામે કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાઇ છે. જાેકે હજુ ઇદ્ગમ્ સહિત વિવિધ વિભાગોની તપાસ ચાલુ છે
અને એમાં જે પણ દોષિતો સામે આવશે તેની સામે ફરિયાદ નોંધાશે. બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજ બનાવનાર ય્ઁઝ્ર ઇન્ફ્રા કંપની અગાઉ પણ રહી ચૂકી છે વિવાદમાં, ડુપ્લીકેટ બિલ રજૂ કરવા બદલ અગાઉ ય્ઁઝ્ર ઇન્ફ્રા સામે વસ્ત્રાપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. છતા આ જ કંપનીને ફરીથી બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ મનપા અને છેંડ્ઢછએ ય્ઁઝ્ર ઇન્ફ્રાને બ્લેકલિસ્ટ કરી હતી. ય્ઁઝ્ર ઇન્ફ્રાએ અમદાવાદમાં કેટલાય રોડ બનાવ્યા હતા. ૨૦૧૭માં ‘વિકાસ ગાંડો થયો છે’ સ્લોગન જીપીસી ઇન્ફ્રાને કારણે ચગ્યું હતું. અમદાવાદમાં જીપીસી ઇન્ફ્રાએ બનાવેલ મોટા ભાગના રોડ તૂટી ગયા હતા. અમદાવાદમાં રોડ ધોવાઇ જતા ‘વિકાસ ગાંડો થયો છે’ સ્લોગન વહેતું થયું હતું. જીપીસી ઇન્ફ્રાએ અમદાવાદના રોડનું મટિરિયલ બીજી જગ્યાએ વાપરી નાખ્યું હતું, આ કારણે શહેરમાં અનેક વિસ્તારમાં રોડ તૂટી ગયા હતા.
Recent Comments