ગુજરાત

વડોદરા પોલીસ નવાપુરામાં દારૂની મહેફિલ માણી રહેલા ૯ શખ્સોને ઝડપી પાડયા

મોટા ભાગના આરોપીઓના મોઢા હસતા હોવાની તસ્વીરો સામે આવી
વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન શિંદે કોલોનીના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા માજી. કાઉન્સિલરના સાળા સહિત નવ શખ્સોને પોલીસે ઝડપી પાડી આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તમામની મુદ્દામાલ સહિત ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એકેયના મોંઢા પર અફસોસ જાેવા મળ્યો ન્હતો. ઉપરથી કેટલાકના મોંઢા હસતા હોય તેવી તસ્વીરો સામે આવી હતી.
ઉપરોક્ત કાર્યવાહીમાં પકડાયેલા આરોપીઓ
ર્ હિતેશભાઇ જગદીશભાઇ ખારવા (રહે. શિંદે કોલોની, વડોદરા)
ર્ હિમલેશભાઇ હસમુખભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, ખારવાવાડ)
ર્ અનીલભાઇ રમેશભાઇ ખારવા (રહે. નવાપુરા, ખારવાવાડ)
ર્ હિરેનભાઇ કનુભાઇ ખારવા (રહે. શીયાબાગ, ભાઉદાસ મહોલ્લો)
ર્ દિપેશભાઇ દિનેશભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, પથ્થરગેટ)
ર્ દિનકરભાઇ અરવિંદભાઇ ખારવા (રહે. મદનઝાંપા રોડ)
ર્ પરેશ તુલસીદાસ ખારવા (રહે. નવાપુરા, શિકોતરમાતાના મંદિર પાસે)
ર્ મુકેશભાઇ બાલકીશન શર્મા (રહે. તંબોલીવાડ, મદનઝાંપા રોડ)
ર્ આશીષ મહેશભાઇ ખારવા (રહે. હરિભક્તિ વાડી)

Related Posts