પાલનપુર દિલ્હીગેટ બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં એક મહિલાના ગાળામાંથી એક ઈસમ સોનાની ચેન ચિલઝડપ કરી ફરાર થયાની ઘટના સામે આવી છે. જેમાં રાહદારી મહિલાના ગળામાં પહેરલ સોનાની ચેઈન ગઠિયો ઝૂંટવી અન્ય એક ઈસમ સાથે બાઇક પર નાશી છૂટ્યો હતો, જે બાદ મહિલા એ પાલનપુર પૂર્વ પોલીસ ને જાણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ દિલ્હીગેટ બ્રિજેશ્વર કોલોનીમાં એક મહિલા મધ્યમ બપોરે ચાલતા જતા એક ગઠીયાએ મહિલાઓનું એકલતાનો લાભ લઈ મહિલાના ગળામાંથી સોનાના ચેઈન ઝૂંટાવી પોતાના અન્ય સાથી સાથે બાઈકમાં બેસી ફરાર થતા મહિલા જયશ્રીબેન કેલા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી છે. જયશ્રીબેન કિલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું અમારા ઘરેથી નીકળી પાલનપુર બીજેશ્વર કોલોનીમાં રહેતા મારા પિતા બંસીધર વાઘજીભાઇ કોરીયા નાઓના ઘરે જવા મારા ઘરેથી રીક્ષામાં બેસી નીકળેલ અને પાલનપુર દિલ્હીગેટ મુકામે આવી રીક્ષામાંથી ઉતરી ચાલતી નીકળેલ અને હું ચાલતી ચાલતી બીજેશ્વર કોલોની જતી હતી.
તે વખતે બપોરના બીજેશ્વર કોલોની આગળ આવેલ મંદીર આગળ જતા સામેથી એક અજાણ્યો માણસ ચાલતો આવતો હોય તે મારી નજીકમાં આવી અચાનક ઝુંટ મારી મારા ગળામાં પહેરેલ સોનાની ચેન આશરે વજન બે તોલા ખેચી તોડી લઇ ભાગેલો જેથી મે બુમા બુ મે કરેલી પરંતુ આજુબાજુમાં નજીકમાં કોઇ માણસ હાજર ના હોય જેથી મારી બુમો સાંભળી તાત્કાલીક કોઇ સ્થળ ઉપર આવેલ નહીં અને તે વખતે એક બાઈક ચાલક મંદીરની પાસે રોડ ઉપર ઉભેલ હોય તે બાઇકવાળો અજાણ્યો માણસ બાઇ કે લઇ મારી નજીક આવતાં મારી ચેન તોડી લઇ નાસી જનાર અજાણ્યો માણસ બાઇક ઉપર બેસી જતાં બંન્ને જણા બાઇક લઈ નાસી છૂટ્યા હતા જે બાદ જયશ્રીબેન કેલાએ પૂર્વ પોલીસ સ્ટેશનને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર પૂર્વ પોલીસ એ ફરિયાદના આધારે બંને ઈસમોને પકડવા કાર્યવાહી આગળની હાથધરી છે.
Recent Comments