સુરત સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન બ્રહ્માકુમારી ના વરાછા સેવાકેન્દ્ર પર તારીખ 25 માર્ચ 2026 બુધવારના રોજ બ્રહ્માકુમારીના સિક્યુરિટી સર્વિસ પ્રભાગ દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રીય અભિયાન દ્વારા સુરત શહેરના પોલીસ અધિકારીઓ તથા સુરત જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ માટે માનસિક સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભ્રાતાઆલોકકુમાર DCP Zone-1, વી આર પટેલ ACP-A Division, સુરત જિલ્લા હોમગાર્ડ ના કમાન્ડન્ટ ભ્રાતા પ્રફુલભાઈ શિરોયા, પૂર્વ Dysp ભ્રાતા વિનય ભાઈ શુક્લા, Prof E.V. સ્વામીનાથન તથા બીકે તૃપ્તિબેન – વરાછા સેવાકેન્દ્ર ના સંચાલિકા, બીકે દિપકભાઈ તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
પધારેલ સર્વ મહેમાનોનું પવિત્ર ખેસ તથા પરમાત્માના પ્રતિક રૂપ સ્મૃતિભેટથી સન્માનિત કરવામાં આવ્યા.
સેવાકેન્દ્રના સંચાલિકા બીકે તૃપ્તિબેને સર્વને શબ્દ સુમન થી આવકાર્યા.
કાયર્ક્રમના મુખ્ય વક્તા મોટીવેશન સ્પીકર ડૉ. ઈ.વી. સ્વામીનાથનભાઈએ સર્વ સુરક્ષા અધિકારીઓને સંબોધિત કરતા જણાવ્યું કે માનસિક સ્વાસ્થ્ય અને સુખકારી જીવન માટે મનના તનાવને મેનેજ કરવાની જરૂર છે અને તેના માટેની માસ્ટર કી તે મેડીટેશન છે. આપણે આંતરિક રીતે સશક્ત બનીશું તો આપણે રાષ્ટ્રને સશક્ત બનાવી શકીશું. તેના માટે પોતાની જીવન શૈલીમાં મેડીટેશનને આપણે અગ્રીમ સ્થાન આપવું પડશે.
કાર્યક્રમની અંદર 90 જેટલા પોલીસ અધિકારીઓ તથા 150 થી વધુ હોમગાર્ડના અધિકારી ભાઈ બહેનોએ લાભ લીધો.
કાર્યક્રમ બાદ સર્વે પવિત્ર બ્રહ્મા ભોજન સ્વીકાર કર્યુ.
બ્રહ્માકુમારી અસ્મિતાબેનને સર્વને રાજયોગની અનુભૂતિ કરાવી હતી.
સાથે સાથે આ અભિયાન સુરત જિલ્લાના વિભિન્ન સ્થાનો પર જેમ કે કામરેજ ની અંદર વાવ ખાતે એસ.આર.પી. કેમ્પ, માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, કડોદરાની અંદર હોમગાર્ડના જવાનો માટે, ECHS- ટીમલીયાવાડ નાનપુરા, CISF Kawas, સુરત એરપોર્ટના CISF force વગેરે સ્થળો પર જઈ સુરક્ષા અધિકારીઓ માટે આંતરિક સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કર્યું.














Recent Comments