પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા
પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ દતક લીધું છે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત, રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ ભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધા ની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં રહેલા છે. આવનારો સમય ગામડાનો આવી રહ્યો છે. આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે.
આ કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી મહેન્દ્રભાઈ સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશભાઈ ચૌધરી, ખાખરીયા ગામના સરપંચશ્રી સંજયભાઈ હિંગુ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments