fbpx
ભાવનગર

પાલીતાણા ખાતે વિપશ્યના ધ્યાન પદ્ધતિ આનાપાન ધ્યાન પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાશે

પાલીતાણા વિપશ્યના ધ્યાન પદ્ધતિ પ્રશિક્ષણ યોજાશે.

પાલીતાણા વિપશ્યના પરિવાર તરફ થી આ વિસ્તારના જીજ્ઞાશુ ભાઇ-બહેનો માટે “વિપશ્યના” ધ્યાન સાધના તથા આનાપાન ધ્યાન શું છે. તે વિષય પર પ્રવચન તથા આનાપાન ધ્યાન પ્રશિક્ષણ (Practical) નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં આપને સહપરિવાર (૧૮ વર્ષથી ઉપર) હાજર રહેવા માટે હૃદયપુર્વક જાહેર આમંત્રણ પાઠવતા આયોજકો.  

આજની ભાર ટેકનોલોજી+ઇન્ટરનેટ ના સમયમાં મનનું સંતુલન જળવાતું નથી અને વાસ્તવિક શાનો અનુભવ થતો નથી. માટે વિપશ્યના ધ્યાન સાધના અને આનાપાન ધ્યાન સાધનાની થીયેરીકલ સમજ અને પ્રકટીકલ અનુભવ મેળવીએ.વિપશ્યના સાધનાથી જીવનમાં થતા લાભો ક્રોધ ભય, ચિંતા, વ્યસન, વ્યાકુળતા માંથી ક્રમશઃ મુક્તિ  માનસિક તણાવ બેચેનીથી મુક્તિ મનની વાસ્તવિક શાંતિ વર્તમાન પ્રત્યે જાગૃતિ મન પર નિયંત્રણ ચરિત્ર નિર્માણ આત્મ મંગલ-સર્વ મંગલ ના ઉમદા હેતુ એ તા.૦૫/૦૩/૨૩ ને રવિવારે સમય સવાર ના ૯-૪૫ થી ૧-૦૦ કલાક સુધી સ્થળ  ધમ્મપાલી, ટોડી, પાલીતાણા ખાતે યોજાશે.

Follow Me:

Related Posts