પાલીતાણા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકો માટે અરજીઓ મંગાવાઇ
મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોની ભરતી કરવા અંગે પાલીતાણા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાનાં સંચાલકોની જગ્યા ખાલી પડેલ છે.
જેમાં (૧) ૧૧- જુના લોંઇચડા, (૨) ૨૧- લાખાવાડ, (૩) ૩૬- હાથસણી, (૪) ૫૧- ચોંડા, (૫), ૬૯ – બહાદુરગઢ, (૬) ૭૦- મોતીશ્રી, (૭) ૮૨- બોદાનાનેસ, (૮) ૧૦૪- વિઠલવાડી, (૯) ૧૩૩- મોટી પાણીયારી (વાડી) અને (૧૦) ૧૧૮- ડુંગરપુર (વાડી) ખાતે ખાલી કેન્દ્રો પર સંચાલકોની ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂંક કરવાની હોવાથી ભરતી માટે અરજીફોર્મ મંગાવવામાં આવેલ છે.
આ અંગેનું નિયત અરજીફોર્મ મધ્યાહ્ન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી તા.૨૦-૦૨- ૨૦૨૩ થી કચેરી સમય દરમિયાન (જાહેર રજાનાં દિવસો સિવાય) મળી શકશે. અરજીફોર્મ સંપૂર્ણ ભરી આધારો સાથે તા.૦૬-૦૩-૨૦૨૩ (કચેરી સમય દરમિયાન) સુધીમાં મધ્યાહ્ન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણાને મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૦૬-૦૩-૨૦૨૩ નાં રોજ કચેરી સમય બાદ મળેલ અરજી તેમજ અધુરી, અસ્પષ્ટ કે આધાર-પૂરાવાઓ વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. સંચાલક તરીકે નિમણૂક મેળવવા ઉમેદવાર એસ.એસ.સી પાસ કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે તથા ઉમેદવાર જે તે ગામનાં વતની હોવા જોઇશે. સંચાલક તરીકે નિમણૂક પામનારની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષની તથા મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઇએ. લાયકાત ઠરાવમાં વિધવા, ત્યક્તા તથા મહિલાઓને નિમણૂંકમાં અગ્રતાક્રમ આપવામા આવશે તેમ મામલતદારશ્રી, પાલીતાણાની યાદીમાં જણાવેલ છે.
Recent Comments