પાલીતાણા નજીકના શેત્રુંજીડેમના ઓવરફ્લોના નયનરમ્ય નજારાને નિહાળવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા પાલીતાણા નજીકના શેત્રુંજી ડેમ ના ઉપરવાસના સારા વરસાદના પાણીની સતત આવકને લઈને આજે ગુરુવારે સવારે ડેમના દરવાજા ખોલતા ડેમ ઓવરફ્લો થયો હતો.આજે સવારના છ વાગે પ્રથમ 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ પાણીનો પ્રવાહ વધતા રહેતાં તમામ 59 દરવાજા સવારે 08:00 કલાકે ખોલી નાખવામાં આવ્યા હતા.
બંધના તમામે તમામ 59 દરવાજા ખોલવામાં આવતા પાણીના પૂરના પ્રવાહના ધોધ ને નજરે નિહાળવા આ સવારથી જ મોટી સંખ્યામાં સહેલાણીઓ શેત્રુંજી ડેમ ખાતે ઉમટી પડ્યા હતા.તંત્ર દ્વારા 59 દરવાજા બે ફૂટ ખોલતા 15200 cusec પાણીનો પ્રવાહ નદીમાં ઠલવાતો રહ્યો હતો. જ્યારે શેત્રુંજી કમાન્ડ વિસ્તારની જમણા અને ડાબા કાંઠાની બંને કેનાલ મારફતે 140 પાણી વહાવવામાં આવ્યું હતું.
Recent Comments