પિતાએ કામધંધો કરવા ઠપકો આપતા બંને મિત્રોએ ટ્રેન નીચે પડતુ મુક્યું

રાણપુર તાલુકાના આળવ ગામના ભરતભાઈ અજુભાઈ બાવળીયાનો દીકરો જયેશ અને તેનો મિત્ર રાહુલ ભરતભાઈ સલીયા બંને (ઉ.વ.૨૦) બંને એક બીજાના ખાસ મિત્રો હતા અને કાયમ સાથે જ રહેતા હતા. તા.૨૫/૨/૨૨ના જયેશ બાવળીયા અને રાહુલ સલીયા બંને જયેશ બાવળીયાના ઘરે ગયા હતા ત્યારે જયેશના પિતા ભરતભાઈ બાવળીયાએ બંનેને ક્યા હતા અને ક્યાંથી આવો છો.
અમે ગામમાં જ હતા જેથી ભરતભાઈ કહ્યું હતું કે તમે બંને આખો દિવસ આટા મારો છો ગમે ત્યાં ફરો છો કઈ કામ ધંધો કરતા નથી અને મારો દીકરો પણ તારી સાથે ફરે છે અને મને ખેતી કામમાં મદદ કરાવતો નથી. જેથી તમે બંને કામ ધંધો કરવા માંડજાે તેવું કહેતા બંને મિત્રો જયેશ અને રાહુલ ઘરેથી નીકળી ગયા હતા. બંને મિત્રોએ તા.૨૫ના ઘરેથી નીકળી ગયા હતા અને તા.૨૬નાં પહેલા કુંડલી ગેટ ફાટક પાસે રાણપુરથી બોટાદ જતી ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરતા સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર અને શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના અંગે રાણપુર પોલીસને જાણ થતા પી.એસ.આઈ. એસ.એચ.ભટ્ટ અને પોલીસ સ્ટાફનાં માણસો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
રાણપુર તાલુકાના અળવ ગામના કોળી પટેલ ૨૦ વર્ષીય બે યુવાનો જયેશભાઈ ભરતભાઈ બાવળીયા અને રાહુલભાઇ ભરતભાઇ સલીયા બંને ખાસ મિત્રો હતા અને અવાર નવાર સાથે ગામમાં હરતા-ફરતા જયેશભાઈના પિતા ભરતભાઈએ ગામમાં આટા ફેરા મારવા કરતા ખેતીકામમાં મદદ કરવાનું કહેતા અને અવાર નવાર આ બાબતે ખેતીમાં મદદ કરવા બાબતે ઠપકો આપતા કુંડલી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Recent Comments