fbpx
રાષ્ટ્રીય

પીએમએ લોન્ચ કરી ૧૦૦ લાખ કરોડની ગતિ શક્તિ યોજના,

દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની આ યોજના માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવશે અને તેના થકી લાખો યુવાઓને રોજગાર મળશે. દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લાથી એલાન કર્યુ હતુ કે, દેશમાં ગતિ શક્તિ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.આ યોજના એક રીતે દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરને ડેવલપ કરવા માટેનો માસ્ટર પ્લાન હશે. હાલમાં અલગ અલગ વિભાગો વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લઈને સંકલન નથી.

આ પ્રકારના અવરોધ આ યોજના હેઠળ દુર કરવામાં આવશે. આ યોજનાના ભાગરૂપે ૧૬ મિનિસ્ટ્રીનુ એક ગ્રૂપ બનાવવામાં આવ્યુ છે. જેમાં રેલવે, સડક પરિવહન, જહાજ, આઈટી, ટેક્સટાઈલ પેટ્રોલિયમ, ઉર્જા, નાગરિક ઉડ્ડયન જેવા મંત્રાલયો સામેલ છે. આ મંત્રાલયો હેઠળ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા તો જે પ્રોજેક્ટને ૨૦૨૫ સુધીમાં પૂરા કરવાના છે તેમને હવે ગતિ શક્તિ યોજના હેઠળ મુકવામાં આવ્યા છે.

કોઈ નવી જરૂરીયાત ઉભી થાય અથવા તો પ્લાનમાં કોઈ બદલાવ કરવાની જરૂર ઉભી થાય તો તેને કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી કમિટી મંજૂરી આપશે. યોજના પર નજર રાખવા માટે સરકારે વિવિધ એજન્સીઓની મદદથી એક ખાસ પ્લેટફોર્મ ડેવલપ કર્યુ છે. ઉપરાંત એક નોડલ મંત્રાલય પણ બનાવ્યુ છે. જે આ તમામ પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામનો રિવ્યૂ કરવા માટે નિયમિત રીતે બેઠક કરશે.

Follow Me:

Related Posts