પીએમ મોદીનો પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે : વિદેશ મંત્રાલય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસ માટે રવાના થવાના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રવાસ સાથે જાેડાયેલી માહિતી શેર કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી ૨૧ જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ‘યોગ દિવસ’થી પોતાના કાર્યક્રમની શરૂઆત કરશે. આ પછી, તેઓ જાે બાયડન સાથે વ્યક્તિગત મુલાકાત કરશે અને બીજા દિવસે એટલે કે ૨૨ જૂને બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ સોમવારે જણાવ્યું કે પીએમ મોદી ૨૧ જૂને વોશિંગ્ટન પહોંચશે. તે જ રાત્રે જાે બાયડન સાથે તેની પ્રથમ અને વ્યક્તિગત મુલાકાત થશે. આ પછી ૨૨ જૂને પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બેઠક પૂરી થયા બાદ પીએમ યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. ૨૨ જૂનની રાત્રે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ડિનરમાં હાજરી આપશે. બીજા દિવસે એટલે કે ૨૩ જૂને તેઓ અમેરિકામાં ઘણા ઉદ્યોગપતિઓને મળશે. ૨૩મીએ જ વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે ભારત અને અમેરિકાના ટોચના નેતૃત્વ વચ્ચેની બેઠક, તાજેતરના સમયમાં અમેરિકાની હાઈપ્રોફાઈલ મુલાકાતો, બંને દેશો વચ્ચે વેપાર અને ટેકનિકલ સહયોગ મજબૂત સંબંધો જણાવે છે.સંરક્ષણ સંબંધોને લઈને મોટી સમજૂતી થઈ શકે છે. આ સિવાય બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાનની અમેરિકા મુલાકાત દરમિયાન બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગ વચ્ચે ઘણા કરાર થવાની અપેક્ષા છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં ૫૦ લાખથી વધુ ભારતીય અમેરિકનોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડને ઁસ્ મોદીને રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ ઁસ્ અમેરિકી પ્રવાસ પર જઈ રહ્યા છે. ૨૪ જૂને વડાપ્રધાન તેમનો યુએસ પ્રવાસ પૂરો કરીને ઇજિપ્ત પહોંચશે. ૧૯૭૭ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, ૨૬ જાન્યુઆરીએ મુખ્ય અતિથિ હતા. પીએમ મોદી અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને વોહરા સમુદાય દ્વારા નવીનીકરણ કરાયેલ અલ હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે. ૨૫ જૂને પીએમ મોદી ઈજિપ્તની મુલાકાત પૂરી કરીને ભારત પરત ફરશે.
Recent Comments