fbpx
ગુજરાત

પીએમ મોદી સૌની યોજનાનાં કામોનું ૧૦ ઓક્ટોબરેે કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન ૧૦ ઓક્ટોબરે જામનગર ખાતેથી સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. આ બંને કામો કુલ ૧ હજાર કરોડના ખર્ચે તૈયાર થયા છે.નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના વિસ્તારોને પહોંચાડવાની મહત્ત્વની સૌની યોજનાના લિંક-૧ના પેકેજ ૫ અને લિંક-૩ના પેકેજ-૭નું લોકાર્પણ મોદીના હસ્તે કરવામાં આવશે. આ યોજનાના કામો પૂર્ણ થતા હવે જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં નર્મદાના પાણી પહોંચતા થશે.

સૌનીના બીજા તબક્કામાં લિંક-૧ના પેકેજ-૫માં ૩૧૪ કરોડના ખર્ચે ૬૬ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ૧૦ ડેમોમાં પાણી છોડવામાં આવશે. જેનાથી ૨૩ ગામોના ૧૦,૭૮૨ એકર વિસ્તારમાં સિંચાઇ અને પીવાનું પાણી મળશે. સૌનીના ત્રીજા તબક્કામાં લિંક-૩ના પેકેજ ૭માં ૭૨૯ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૪ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ૧૧ ડેમમાં પાણી ભરાવાથી રાજકોટના ઉપલેટા તાલુકાના ૨૬ ગામ, જામનગરના કાલાવાડ, જામજાેધપુર, જામનગરના ૨૦ ગામ અને દ્વારકાના ભાણવડ તાલુકાના ૩૦ ગામો, પોરબંદરના ૧૦ ગામોને પાણી મળશે.

Follow Me:

Related Posts