બોલિવૂડ

પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરે રાજેશ ખન્નાની અનેક અનોખી વાત શેર કરી

બોલીવૂડના પહેલા સુપરસ્ટાર દિવંગત રાજેશ ખન્નાની દસમી પુણ્યતિથિ હતી. ૧૮ જુલાઈ,૨૦૧૨માં અનેક વર્ષો સુધી કેન્સર સામે લડ્યા બાદ, રાજેશ ખન્નાનું દેહાંત થયું હતું. તેમની સાથે અનેક સફળ ફિલ્મોનો હિસ્સો બનનારી પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરે રાજેશ ખન્નાની અનેક અનોખી વાત શેર કરી હતી. જેમાં તેમણે રાજેશ ખન્ના ઉર્ફે ‘કાકા’ ના સ્વભાવ, કામ કરવાની સ્ટાઈલ અને સબંધો માટેના આગવા અભિગમ વિશે જણાવ્યું હતું. શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, એક સમયે હું રાજેશ ખન્નાથી નારાજ હતી.

તેઓ સવારે ૯ વાગ્યાની શિફ્ટમાં ૧૨ વાગે પહોંચતા હતા અને તેમના કારણે સમગ્ર ફિલ્મ ક્રૂનો સમય ખરાબ થતો હતો. હું જણાતી હતી કે, તેમની અને મારી જાેડી ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી પણ તેમની લેટ આવવાની આદતના કારણે મેં તેમની સાથે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું હતું અને બીજા એક્ટર્સ સાથે કામ કરવાનું શરુ કર્યું હતું. ‘કાકા’ ના સ્વભાવ વિશે શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, તેઓ ખૂબ જ દિલદાર અને સરળ વ્યક્તિ હતા અને તેઓ અનેક સાથી કલાકારોને ગિફ્ટ આપતા હતા. એટલે સુધી કે તેમણે અનેક એક્ટર્સને ઘર પણ ગિફ્ટ કર્યા હતા.

આવી અનેક મોંઘીદાટ ગિફ્ટ આપ્યા પછી રાજેશ ખન્ના સામે વાળા સારી રીતે સંબંધ નિભાવે તેવી આશા રાખતા હતા પરંતુ આ આશા જયારે ઠગારી નિવડતી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થતા હતા. શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાએ ૧૦થી વધુ ફિલ્મોમાં જાેડી બનાવી છે અને તેમાંની મોટાભાગની ફિલ્મો સુપર હિટ રહી હતી. ૬૦ અને ૭૦ના દશકની વાત કરી તો, આ બંને કલાકારોએ આરાધના, સફર, અમર પ્રેમ, આવિષ્કાર, દાગઃ અ પોયમ ઓફ લવ, ત્યાગ, રાજા રાની જેવી અનેક ફિલ્મોમાં તેમની અદાકારીથી જાન રેડી દીધી હતી અને તે સમયની ઓડિયન્સ તેમને સિલ્વર સ્ક્રીન પર સાથે જાેઈને મંત્રમુગ્ધ થઈ જતી હતી.

Related Posts