પીપાવાવની કંપનીના 5 કરાેડ ઓળવી જનાર શખ્સ ઝડપાયો
પીપાવાવની રીલાયન્સ નેવલ કંપનીને નાૈકાદળના શીપનાે કાેન્ટ્રાકટ મળ્યાે હાેય તેના રીફિટીંગનુ કામ મુંબઇના કાેન્ટ્રાકટરને અપાયા બાદ અા કાેન્ટ્રાકટ રદ થયા પછી પણ રૂપિયા પાંચ કરાેડનાે સામાન પરત નહી કરી તેણે છેતરપીંડી અાચરી હાેય પાેલીસે તેની ધરપકડ કરી છે.
અમરેલી અેલસીબી અને પેરાેલ ફર્લાે સ્કવાેડે મુંબઇના ચેમ્બુર વિસ્તારમા તિલકનગરમા રહેતા રાજુ મનાેહર નાઇક (ઉ.વ.54) નામના શખ્સની ધરપકડ કરી છે. અા શખ્સ સામે ગત તારીખ 4/1/18ના રાેજ પીપાવાવ મરીન પાેલીસ મથકમા છેતરપીંડી સબબ ગુનાે નાેંધાયાે હતાે. રીલાયન્સ નેવલને નાૈકાદળના અાઇઅેનઅેસ સાવિત્રી શીપના રીફિટીંગનાે કાેન્ટ્રાકટ મળ્યાે હતાે. જેનુ કામ અા શખ્સને અપાયુ હતુ. જાે કે તેણે સમયસર કામ પુર્ણ ન કરતા કંપનીઅે કાેન્ટ્રાકટ રદ કર્યાે હતાે.
કાેન્ટ્રાકટ રદ થયા બાદ અા શખ્સે રીફિટીંગ માટેનાે રૂપિયા પાંચ કરાેડની કિમતનાે સામાન કંપનીને પરત કર્યાે ન હતાે. જે છેતરપીંડી અંગે કાેર્ટમાથી પણ તેની સામે વાેરંટ નીકળ્યું હતુ. અને રાજુલા કાેર્ટ તથા હાઇકાેર્ટે અાગાેતરા જામીન નામંજુર કર્યા હતા. જે બાદ તેની ધરપકડ કરાઇ છે
Recent Comments